ગઈકાલ સુધી નેતાઓ બોલ્યા, આજે મતદારો બોલશે

ચૂંટણી 2022
ચૂંટણી 2022

સરહદી બનાસકાંઠા જિલ્લાની ૦૯ વિધાનસભા બેઠક માટે મતદાન પ્રક્રિયા આવતીકાલે હાથ ધરાનાર છે. જેને લઈને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી ઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે વહેલી સવારથી જ ૦૯ વિધાનસભાના તાલુકા મથકો પર મતદાન પ્રક્રિયામાં ફરજ બજાવતા કર્મચારીઓને ઇ. વી. એમ. સાથે રવાના કરાયા હતા. બનાસકાંઠા જિલ્લાની ૦૯ વિધાનસભા ઓમાં ૨૬૧૩ મતદાન બુથ તૈયાર કરાયા છે. જેમાં ૧૯,૯૯૨ કર્મચારીઓ ફરજ બજાવશે. જિલ્લામાં ૦૯ આદર્શ મતદાન મથક, ૦૯ દિવ્યાંગ સંચાલિત બુથ અને ૬૩ સખી સંચાલિત બુથ પણ તૈયાર કરાયા છે. જ્યાં નેટવર્ક નથી મળતો એવા મતદાન કેન્દ્ર પર વાયરલેસ અને વિડિયો રેકોર્ડિંગ સાથેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જિલ્લામાં ૦૯ વિધાનસભા બેઠકો માટે ૨૪,૯૦,૯૨૬ મતદારો ૭૫ ઉમેદવારોનું ભાવિ આવતીકાલે નક્કી કરશે.
ત્યારે જિલ્લાવાસીઓને મતદાન કરી લોકશાહીના ઉત્સવમાં સહભાગી બનવા જિલ્લા કલેકટર આનંદ પટેલે અનુરોધ કર્યો હતો.
જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં નિષ્પક્ષ અને ર્નિભય મતદાન થાય જેને લઈને પોલીસ પણ સજ્જ છે. પોલીસના ૩૦૦૦ જવાનો મતદાનમાં ફરજ બજાવશે. જ્યારે ૫૪૪૦ હોમગાર્ડ પણ ફરજ બજાવશે. ત્યારે આર્મી પ્લાટુન અને બીએસએફની સહિતની ટુકડીઓ ને પણ તૈનાત કરવામાં આવી છે. જિલ્લાના સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હોવાનું એસ.પી. અક્ષયરાજ મકવાણા એ જણાવ્યું હતું.આમ, મતદાન પ્રક્રિયા નિર્વિઘ્ને શાંતિપૂર્વક સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં કુલ-૯ વિધાનસભા મતવિસ્તારોમાં ૨૬૧૩ મતદાન મથકો ઉપર સવારે-૮.૦૦ થી સાંજે-૫.૦૦ વાગ્યા દરમિયાન મતદાન થવાનું છે ત્યારે દરેક વિધાનસભા મતવિસ્તારમાં ૧-આદર્શ મતદાન મથક, ૧-દિવ્યાંગજન સંચાલિત મતદાન મથક અને ૧-ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. દિવ્યાંગ મતદાન મથક પર તમામ દિવ્યાંગ કર્મચારીઓ ફરજ બજાવશે.
તેવી જ રીતે દરેક વિધાનસભા મતદાર વિભાગમાં ૭ જેટલાં મહિલાઓ સંચાલિત કુલ-૬૩ સખી મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. આ વર્ષે નવતર પ્રયોગના ભાગરૂપે ૨૫ થી ૩૦ વર્ષના યુવા કર્મચારીઓ સંચાલિત જિલ્લામાં ૧ યુવા મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જેમાં યુવાનો પોતાની સેલ્ફી લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત આ તમામ મતદાન મથકો પર વિશેષ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.