થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જેતડા ગામની સીમ નજીકથી સ્વીફટ ડીઝાયર ગાડીમાંથી દારૂ ઝડપતી એલસીબી બનાસકાંઠા
એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો મિલકત સબંધી ગુન્હાઓ લગત થરાદ પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક સ્વીફટ ડીઝાયર ગાડી નં. GJ-08-CC-6835 માં રાહ ગામ તરફથી વિદેશી દારૂ ભરી જેતડા ગામ તરફ આવનાર છે જે હકીકત આધારે જેતડા-ગણતા જતા રોડ પર નાકાબંધી કરતાં ઉપરોકત હકીકતવાળી ગાડી આવતાં જે ગાડી ચાલકે ઉભી ન રાખતાં તેનો પીછો કરતાં થરાદ-ડીસા હાઈવે રોડ જેતડા ગામની સીમ રોડ પર ચાલકે કાબુ ગુમાવતાં રોડ નીચે ઉતરી જતાં ચાલક ઈસમ સાથે પકડી પાડેલ.
જે ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની કુલ બોટલો/ટીન નંગ-૧૨૧૨ કિ.રૂા.૧,૨૪,૦૮૦-નો રાખી ગે.કા. રીતે હેરાફેરી કરતા મારૂતી કંપનીની સ્વીફટ ડીઝાયર ગાડી કિ.રૂા.૩,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂા.૪,૨૯,૦૮૦ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ચાલક ઈસમ મહીપલસિંહ ઉર્ફે રામ ઈશ્વરસિંહ જાતે.ચંપાવત રહે.તાલીયાના તા.સાયલા જી.ઝાલોર રાજસ્થાન વાળો પકડાઈ જઈ તથા મુદ્દામાલ ભરાવનાર (૧) શંકરસિંહ પીરસિંહ રહે.થનવાલ તા.નાગોર(રાજ.) (ર) ઝુઝારસિંહ દેવીસિંહ રહે.નરાદરા રાજપુતો કા વાસ તા.શિરોહી જી.શિરોહી (રાજ.) તથા માલ મંગાવનાર માધુસિંહ ભગવાનજી ચૌહાણ રહે.જેતડા તા.થરાદ જી.બનાસકાંઠાવાળાઓએ પોલીસનો ગુનામાં એકબીજાઓએ મદદગારી કરી ગુનો કરેલ હોઈ જે ચારેય ઈસમો વિરુધ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહીબિશન એકટ મુજબની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.