
લાખણી તાલુકા ભાજપના નવા પ્રમુખ અને મહામંત્રીઓનું સન્માન
ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી પહેલાં બનાસકાંઠા જિલ્લામાં સંગઠનના નવા હોદ્દેદારોની નિમણુક કરવામાં આવી છે જેમાં લાખણી તાલુકામાં પણ નવા પ્રમુખ અને મહામંત્રીઓની નિમણુક થઈ છે. લાખણી તાલુકા ભાજપના પ્રમુખ તરીકે રામભાઈ અગરાજી રાજપુત અને મહામંત્રી તરીકે હરિભાઈ કાળાભાઈ પટેલ તેમજ ગજુજી છગનજી ઠાકોરની જાહેરાત થતાં લાખણી ભાજપના આગેવાનો અને કાર્યકરો તરફથી સુભેછાઓ સાથે મીઠો આવકારો મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાથે પરામર્શ કરી ભારતીય જનતા પાર્ટી દ્વારા લાખણી તાલુકાના નવા પ્રમુખ અને મહામંત્રીઓ તરીકે સરળ સ્વભાવ અને સૌ કાર્યકર્તાઓને સાથે લઈને ચાલનારા વ્યક્તિઓની નિમણુક કરવામાં આવતા કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે. જેમાં ભાજપના આગેવાનોએ સાલ અને સાફો પહેરાવી સ્વાગત કર્યું જેમાં લાખણી મંડલના પુર્વ યશસ્વી પ્રમુખ અને જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન બાબરાભાઈ ચૌધરી, હડમતસિંહ, રાજપુત .હરજીભાઈ, રાજપુત . સરપંચ ગેળા થાનુંસિંહ વાઘેલા, રમેશભાઈ પ્રજાપતિ પુર્વ મહામંત્રી,દિનેશભાઇ કાપડી અને ભાજપના સ્ક્રીય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.