ડીસામાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ
ડીસામાં વધુ એક સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ થયાની ઘટના સામે આવી છે. જેમાં માંતા શાકભાજી વેચવા ગઈ હતી અને યુવક દીકરીને ઉઠાવી ગયો હતો. જે મામલે ફરિયાદ નોંધાતા ડીસા દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી છે. ડીસામાં સગીરાનું લગ્ન કરવાની લાલચ આપી અપરહણ થયું હોવાની ફરિયાદ થઈ છે એસ. સી. ડબ્લ્યુ. હાઈસ્કૂલ પાસે રહેતો એક શ્રમજીવી પરિવાર શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. સગીરાની માતા શાકભાજી વેચવા ગઈ હતી તે દરમિયાન ઘરેથી તેમની સગીર દીકરી કશું કહ્યા વિના ઘરેથી ચાલી ગઈ હતી મોડી સાંજે સગીરાના માતા ઘરે આવતા જ સગીર દીકરી ઘરે હાજર જોવા મળેલ નહિ જેથી આજુબાજુ તપાસ કરી હતી પરંતુ મોડે સુધી સગીરાનો કોઈ પતો લાગેલ નહિ બાદમાં વાડી રોડ ઉપર આવેલ પલટન મંદિર નજીક રહેતો મુકેશ કિશોરભાઈ બાવા નામનો યુવક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનું માલુમ પડયુ હતું.જેથી સગીરાના પરિવારજનો તાત્કાલિક પોલીસ મથકે પહોંચ્યા હતા અને મુકેશ બાવા સામે સગીરા નું અપરહણ કરવા મામલે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબની ફરિયાદ નોંધાવી હતી જે મામલે દક્ષિણ પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી છે.