કાંકરેજ તાલુકાના ખસા આંગણવાડી કેન્દ્રમાં છત ઉપરથી પાણી પડતા હાલાકી : કોન્ટ્રાકટર નો પોલ ખુલ્યો
કાંકરેજ તાલુકાના ખસા ગામે આવેલ આગણવાડી કેન્દ્રનું મકાન બનાવ્યા ને એકાદ વર્ષ થયું હશે. ત્યાંતો ભ્રષ્ટ કોન્ટ્રાકટરો ધ્વરા હલકી ગુણવત્તા નું કામ કરી માત્ર સરકાર ના રૂપિયા ખંખેરવા નું હલકું કામ કરેલ હોવાથી આંગણવાડી મકાન ના છત નું પાણી ટપકી ને તળિયે ભરાય જાય છે. જેના કારણે આગણવાડી કેન્દ્રના કર્મચારી સહિત બાળકો મુશ્કેલી મા મુકાયા છે કારણ કે આ આંગણવાડી કેન્દ્ર નું મકાન એક વર્ષ અગાઉ જ બનેલ છે.
ત્યારે આ મકાન નવું જ કહેવાય પરંતુ આંગણવાડી કેન્દ્ર ના મકાનમાંથી પાણી ટપકતા બાળકોને અને કર્મચારી ઓને હાલાકી ભોગવી પડે છે. જયારે અહીંયા હજુ માત્ર સાધારણ વરસાદ વર્ષયો છે તેમ છતાંય આવા સામાન્ય વરસાદના કારણે આંગણવાડી કેન્દ્ર ના મકાનમાં પાણી છત પર થી ટપકી ને તળિયું ભરાઈ જાય છે. ટપકતા પાણી ના કારણે ભીંત પર ફિટ કરેલા લાઈટ ના બોર્ડ પણ ભેજ મા આવી જાય છે. અને ઇલોક્ટ્રિક કરન્ટ ફેલાવા ની દહેસત છે. તેમજ તમામ સરસામાને પણ ખુબજ નુકસાન થાય છે.
ત્યારે આંગણવાડી કર્મચારી ઓ દ્વારા માંગણી કરવામાં આવી કે અધિકારી ઓ દ્વારા આંગણવાડી મકાન ની તપાસ કરી અને કોન્ટ્રકટર દ્વારા તાત્કાલિક ધોરણે આંગણવાડીની છત રીપેર કરવા ની માગ ઉઠી છે. ત્યારે આગણવાડી રૂમમાં છત ઉપરથી પાણી ટપકતા હોવાથી આરોગ્ય વિભાગના કર્મચારીઓને બાજુના મંદિર માં બેસવાની નોબત આવી પડી. આવા ભ્રષ્ટ કોન્ટ્રાકટરો અને લગતા વળગતા જવાબદાર અધિકારી ઓની સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તો ભ્રસ્ટાચાર બહાર આવે તેમ છે.