ખરીફ સીઝન : બનાસકાંઠા જિલ્લામાં ખરીફ સીઝનનુ ૬૨૯૭૫૯ હેક્ટર વિસ્તારમાં વાવેતર
જિલ્લામાં સૌથી વધુ થરાદ તાલુકામાં ૮૮ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું જ્યારે સૌથી ઓછું અમીરગઢ તાલુકામાં ૧૬ હજાર હેક્ટર નોંધાયો
પાછોતરા વરસાદ થાય તો ખેતી પાકો પરિપક થતા મોટું નુકસાન થવાની શક્યતાઓ
સામાન્ય વરસાદ વચ્ચે મગફળી બાજરી સહિતના પાકોનું સારું ઉત્પાદન થવાની આશા: બનાસકાંઠા જિલ્લામાં ખરીફ સીઝનનુ સૌથી વધુ વાવેતર થતું હોય છે ત્યારે આવશે સામાન્ય વરસાદ વચ્ચે જિલ્લામાં ૬૨૯૭૫૯ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે જે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ કરતા આ વર્ષે વાવેતર વધુ થયા હોવાનો અંદાજ રહેલો છે જિલ્લાના અનેક તાલુકાઓમાં ભુગર્ભ જળ ની મોટી સમસ્યા રહેલી છે જેના કારણે ઉનાળુ અને રવિ સિઝનમાં સામાન્ય વાવેતર થતું હોય છે પરંતુ ખરીફ સીઝનમાં ઉત્તર ગુજરાતમાંથી સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વાવેતર થતું જોવા મળી રહ્યું છે.
ચાલુ વર્ષે ક્યાં ભારે વરસાદ થયો છે તો કેટલાક તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે જેના કારણે ખરીફ સીઝનના વાવેતર પર પણ તેની અસર જોવા મળી રહી છે શરૂઆતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ પિયતવાળા વિસ્તારોમાં ઓરવણ કરીને પણ ખરીફ સીઝનમાં વાવેતર કર્યું હતું જે વાવેતરના પાકો પરિપાક થઈ જતા પાક લેવાની કામગીરી પણ શરૂ થઈ છે સામાન્ય રીતે બનાસકાંઠા જિલ્લામાં ખરીફ સીઝનમાં સરેરાશ 5.80 લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે પરંતુ આ વર્ષે મગફળી ઉપરાંત ચોમાસુ બાજરી ,કપાસ, ગુવાર,તલ, અડદ.મગ શાકભાજી, ઘાસચારો સહિત અન્ય ધાન્ય નું ૬૨૯૭૫૯ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવા પામ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં ખરીફ સીઝન નું કુલ થયેલ વાવેતર : ખરીફ સીઝનના પાકો તૈયાર થયા બાદ વરસાદ થાય તો નુકસાની ની ભિતિ: બનાસકાંઠા જિલ્લામાં પાકો પરિપક થવાની તૈયારીમાં છે ત્યારે હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા આગામી સમયમાં વરસાદનું ફરી એક રાઉન્ડ આવવાની શક્યતાઓ દર્શાવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં જુઓ આ સમય દરમિયાન ભારે વરસાદ થાય તો ખેતીના પાકો ઉપર તેની અસર થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.
પુરબા નક્ષત્રમાં થયેલા વરસાદના કારણે મગફળી સહિતના પાકોમાં સુકારા ની અસર જોવા મળી: ખેતીના પાકોમાં પણ યોગ્ય નક્ષત્ર અને યોગ્ય સમયે વરસાદ ના થાય તો તેની વિપરીત અસર થતી હોય છે તેમ આ વર્ષે પાછોતરા પુરબા નક્ષત્રમાં જિલ્લાના અનેક ભાગોમાં વરસાદ થયો હતો જેના કારણે ખેતીના ઉભા પાકો ઉપર તેની અસર વર્તાઈ છે જેનો ખાસ કરીને મગફળી સહિતના પાકોમાં સુકારા ની અસર જોવા મળી રહી છે.
Tags Banaskantha hectare Kharif Season