મદદ માટે ખજુરભાઈ વાવ પહોંચ્યા, ચાર દિવ્યાંગ બહેનોને મકાન બનાવી આપ્યું
(રખેવાળ ન્યૂઝ)વાવ, વાવ તાલુકાના વાસરડા ગામે શંકરભાઈનું એક અતિ ગરીબ પરિવાર વસવાટ કરી રહ્યું છે. જે પરિવારમાં શંકરભાઈ ઠાકોરને ચાર દિકરીઓ છે. ચારેે દીકરીઓ ઉંમરલાયક ૨૦થી ૩૫ વર્ષની ઉમરની છે અને દિવ્યાંગ દીકરીઓ છે. જેના એક અસ્થિર મગજની તો એક વિકલાંગ તો એક મંદ બુદ્ધિ તો એક સાવ ૧૦૦ ટકા વિકલાંગ છે. સૌપ્રથમ અમારા વાવ ખાતેના પત્રકાર વિષ્ણુ પરમારે આ વિકલાંગ દીકરીઓના સમાચાર પ્રસિદ્ધ કરતા જવાબદાર તંત્ર માં વાવ મામલતદાર કચેરીના ના. પુરવઠા મામલતદાર ઈશ્વરસિંહ વારડે તેમજ આધારકાર્ડ સ્ટાફ તમામ સાધનસામગ્રી અને કીટસ સાથે વાસરડા ગામ ની ચાર દિવ્યાંગ દીકરીઓની જાત મુલાકાત લઈ મદદે આવી યુધ્ધના ધોરણે આધારકાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, કરાવી આપતાં.રાજ્ય સરકારની યોજનાનો લાભ મેળતો થઈ ગયો હતો.
પરંતુ આ ચાર દિવ્યાંગ દીકરીઓની જવાબદારી પિતાની શીરે હોઈ ઘરમાં કામ કરનાર એક વ્યક્તિ હોઈ આ પરિવાર મકાનથી વંચિત હતું. ઉનાળા શિયાળા ચોમાસાની ઋતુમાં આ પરિવાર કાચા અને તૂટેલા મકાનમાં રહેતું હતું જેની ગામના નાગરિક મનોજ પરમાર (વાસરડા) એ નોંધ લેતા બી.બી.સી એ આ બાબતની નોંધ લીધી હતી. જે સંદર્ભે ગત રોજ તારીખ ૧૨ – ૪ – ૨૨ના રોજ જીગલી ખજૂર યૂ ટ્યૂબ ચેનલ ના કોમેડી હાસ્ય કલાકાર એવા નીતિનભાઈ જાનીએ વાસરડા ગામ ની રૂબરૂ મુલાકાત લઇ આ ચાર વિકલાંગ દીકરીઓની રૂબરૂ મુલાકાત કરી ૨૦ કડિયા- મજૂરો સાથે ત્રણ દિવસમાં તમામ સુવિધાઓથી સજ્જ મકાન કરી આપ્યું હતું. જે બાબતે વાસરડા ગામના યુવા અગ્રણી અને ફીનો બેંક વાવ ના મેનેજર શિવરામભાઈ પરમારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે નીતિનભાઈ જાનીએ સૌરાષ્ટ્ર તાઉ વવાઝોડા વખતે નિરાધાર બનેલી ૨૦૦ પરિવારોને ૨૦૦ મકાનો બનાવી એક ઉમદા કાર્ય કરી આપ્યું હતું.