ખાડારાજ – હાઇવે ઓથોરિટી ને ખાડાઓને પુરવા માટે સમય મળશે ખરા
ડીસા આખોલ ચાર રસ્તા પર મસમોટા ખાડાઓ થી વાહનચાલકો પરેશાન, ખાડાઓને લઈ વારંવાર ટ્રાફિક સર્જતા લોકોની મુશ્કેલીઓ વધી
ડીસા શહેરમાં છેલ્લા દિવસો થી પડી રહેલા વરસાદ ના કારણે જાહેર માર્ગો પર વરસાદ ના કારણે મસખાડાઓ પડવાથી વાહન ચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. જેમાં આખોલ ચાર રસ્તા પર મસમોટા ખાડાઓ પડી જતા નાના વાહન ચાલકો સહિત મોટી ટ્રકો ફસાઇ જતાં અનેકવાર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ રહી છે વરસાદ ના કારણે રસ્તાઓ ધોવાઈ જતા હાઇવે પર જ્યાં જોવા ત્યાં ખાડા જોવા મળી રહ્યા છે. આ માર્ગો પર વાહનો પણ ડિસ્કો કરતા નજરે પડી રહ્યા છે. જેથી વાહન ચાલકોને પણ વાહન ચલાવવા મુશ્કેલ બની ગયા છે તેમજ મોટર સાઇકલ ચાલકો અનેક વાર રોડ પર ખાડા પડવાથી અનેક વાર રોડ પર પટકાયા છે. અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.
આ બાબતે વાહન ચાલકો જણાવ્યું હતું કે રસ્તા પર ખાડા પડવાથી અમારા વાહનો ને પણ નુકશાન થવાની ભીતિ છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તા નું સમારકામ કરવા આવે અને વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર કરે પરંતુ અત્યારે તો મસમોટા ખાડાઓની લઈ વાહનચાલકો અટવાયી રહ્યા છે.
સતત વાહનોની અવરજવર થી ધમધમતા આખોલ ચારરસ્તા નજીક વરસાદી પાણી નો ભરાવો થાય છે આ ઉપરાંત અનેક મસ ખાડાઓ પડી જવા પામ્યા છે તંત્ર દ્વારા હાઇવે પર પડેલ ખાડાઓના સમારકામ કરવા ના દાવા કરે છે પરંતુ હકીકત માં હાઇવે પર અનેક ખાડાઓ છે જેમાં આખોલ ચાર રસ્તા પર ખાડાઓ ત્યાંથી ચાલતા વાહન ચાલકો માટે શિરદર્દ સમાન છે.
દર વર્ષે ચોમાસા ની ઋતુમાં ખાડાઓ પડતા થિગડા મારી રીપેર કરી તંત્ર સંતોષ માને છે: ડીસા નજીક ના આખોલ ચાર રસ્તા નજીક દર વર્ષે ચોમાસા ની ઋતુ આવે એટલે ખાડા રાજ જોવા મળે છે અને તંત્ર દ્વારા માત્ર થિગડા મારી સંતોષ માને અને વરસાદ માં ફરી થિગડા તુટી જતા મસ મોટાઓ ખાડાઓ પડી રહે છે ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા ખાડાઓ નું કાયમી સમસ્યા દૂર કરે તેવુ વાહન ચાલકો ઇચ્છી રહ્યા છે.