કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કર્યા માં અંબાના દર્શન
અંબાજી મંદિરમાં માં અંબાના દર્શન બાદ ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા: શારદીય નવરાત્રી ચાલી રહી છે. માં શક્તિના પર્વ નવરાત્રી નિમિત્તે લાખો ભક્તો માં અંબાના દર્શને આવે છે. શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવા જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરના દર્શેને આજે કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પધાર્યા હતા. જ્યાં માં અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
દેશના શક્તિપીઠમાં અંબાજીનું અગત્યનું સ્થાન છે. અંબાજીમાં માં શક્તિનું હૃદય બિરાજમાન છે. નવરાત્રીના પાવન પ્રસંગે આજે શક્તિપીઠ અંબાજી ખાતે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે પરિવાર સાથે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે માં અંબાની વિધિવત પૂજા કરી હતી. જે બાદ તેઓએ અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવી માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર દર્શન બાદ તેઓએ ગબ્બર ગોખમાં અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.