કાંકરેજ મામલતદારે બિનઅધિકૃત રેતી ખનન કરતા ડમ્પર ઝડપ્યા
કાંકરેજ તાલુકામાં તા.૮-૫-૨૩ના રોજ ડીસા ના.કલેકટરના અધ્યક્ષસ્થાને તાલુકાની સંકલન બેઠક યોજાઈ હતી.જેમાં ઉપસ્થિત કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે બનાસ નદીમાંથી મોટા પ્રમાણમા ઓવરલોડ ડમ્પરો દોડી રહ્યા છે અને રેતીની ચોરી થઇ રહી છે.પરંતુ જવાબદાર તંત્રની નિષ્ક્રિયતાના કારણે મોટા પ્રમાણમા બિન અધિકૃત રેતીનું ખનન થઇ રહ્યું છે અને ઓવરલોડ ડમ્પરો રોડ પર ઓવર સ્પીડમા દોડી રહ્યા છે.જેના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે જેને ધ્યાનમા લઇ કાંકરેજ મામલતદાર બી.જે.દરજી પોતાની ટીમ સાથે આકસ્મિક તપાસમા નીકળતા ટોટાણા થી થરા રોડ પર રેતી ભરી આવતા ડમ્પર નં. જીજે.૦૮.એયું. ૯૦૨૩ને ઉભી રખાવી તેની તપાસ કરવામાં આવતા અને ડ્રાઇવર પાસે રોયલ્ટી પાસ માંગતા કોઈપણ પાસ પરમીટ ન મળતા રોયલ્ટી ચોરી કરીને સરકારની તિજાેરીને નુકસાન કરતા હોવાથી ડમ્પર સિજ઼ કરી થરા પોલીસમથકે સોપી ખાણ ખનીજ વિભાગને આ અંગેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.આ સિવાય કંબોઇ-પાટણ રોડ પર પણ આકસ્મિક તપાસ કરવામાં આવતા કંબોઇ પાસેથી ડમ્પર નં. જીજે.ર૪.એક્સ. ૪૩૬૭ને પણ ઊભુ રાખી ડ્રાઇવર પાસે પાસ પરમીટ માંગતા કોઈપણ રોયલ્ટી પાસ ન હોવાનું માલુમ પડતા ડમ્પર સીઝ કરી કાયદેસર કાર્યવાહી કરી ખાણ ખનીજને રિપોર્ટ કરી ડમ્પર શિહોરી પોલીસમથકે સોપવામાં આવ્યું હતું.આમ થોડા દિવસ પહેલા પણ કાંકરેજ મામલતદારે રેતી ચોરી કરી જતા ત્રણ ડમ્પરો અને એક ટ્રેકટર ઝડપી પાડ્યા હતા.