પાલનપુરમાં સવા બે કરોડના ખર્ચે કૈલાસ વાટીકાનું નવીનીકરણ થશે
(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, પાલનપુર નગરપાલિકા દ્વારા માન સરોવર રોડ પર આવેલ કૈલાસ વાટીકા બગીચાને પુનઃજીવિત કરવા માટે સવા બે કરોડ ના ખર્ચે નવિની કરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ બગીચાના ફરતે પ્રોટેક્શન વોલ બનાવવાની સાથે ગાર્ડનમાં વિવિધ રોપા અને બાળકો માટે રમત ગમતના સાધનો વસાવવામાં આવશે. જેને લઈને આવનારા સમયમાં શહેરીજનોને હરવા ફરવા માટે એક સારો બગીચો મળી રહશે.
પાલનપુરમાં નગરપાલિકા હસ્તક અનેક નાના મોટા બાગ બગીચા આવેલા છે. આ બગીચાઓની જાળવણી પાછળ વર્ષે દહાડે
મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ કેટલાક બગીચા જાળવણીના અભાવે આજે પણ ખંડેર હાલતમાં ભાસી રહ્યા છે. તો કેટલાક બગીચા ગંદકી સંગ્રહ કરવાનું સ્થળ બની ચુક્યા છે. જે વચ્ચે માન સરોવર રોડ પર આવેલ અને લુપ્ત થવાના આરે આવેલ કૈલાસ વાટીકાને પુનઃ જીવિત કરવા નગર પાલીકા દ્વારા રૂ. ૨.૨૫ કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. જેમાં આ બગીચાને ફરતે પ્રોટેક્શન વોલ બનાવી બગીચામાં બાળકોના રમત ગમત માટે સાધનો વસાવવામાં આવશે. તેમજ વિવિધ રોપા વૃક્ષનું વાવેતર અને ચાલવા માટે પથ જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
જાેકે, શહેરીજનોને હરવા ફરવા એક સારો બાગ મળી રહે તે પ્રકારની તમામ સુવિધાઓ આ બગીચામાં વસાવવામાં આવનાર હોવાનું પાલીકા સૂત્રોએ જણાવ્યું હતું. જાેકે, શહેરમાં મીરાગેટ બગીચો જાળવણી ના અભાવે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યો છે. ત્યારે આ બગીચાનું પણ નવીની કરણ કરવામાં આવે તેવી
સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
મીરાં બાગ ઉજ્જડ બન્યો…
પાલનપુરમાં મીરાંગેટ વિસ્તારમાં પાલિકા હસ્તકનો બગીચો આવેલો છે. જેમાં વર્ષો અગાઉ લાખો રૂપિયાના ખર્ચે રમત ગમતના સાધનો વસાવ્યા બાદ આ બગીચાની જાળવણી કરવામાં ન આવતા આ બગીચો છેલ્લા કેટલાય સમયથી ઉજ્જડ બન્યો હોઇ લોકો આ બગીચા માં ગંદકી ઠાલવી રહ્યા હોઇ મીરાંગેટ બગીચો હાલ ગંદકી સંગ્રહ કેન્દ્ર બની જવા પામ્યો છે.