પાલનપુર માર્કેટયાર્ડમાં ચેરમેન પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે જંગ

બનાસકાંઠા
બનાસકાંઠા 23

પાલનપુર માર્કેટયાર્ડમાં ચિત્ર સ્પષ્ટ થતા હવે વર્તમાન ચેરમેનપેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે કાંટે કી ટક્કર થશે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારેચૂંટણી પ્રચાર દરમિયાન પરિવર્તન પેનલ દ્વારા વર્તમાન ચેરમેન દ્વારા આચરાયેલ ભ્રષ્ટાચાર અને સગાવાદનો મુદ્દો ગાજતો કરાયો છે. જેને લઈને ચેરમેન પેનલનો વિજયનો વાવટો સંકેલાઈ જાય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. પાલનપુર માર્કેટયાર્ડ હસ્તગત કરવા ભાજપના જ બે બળિયા સામસામે આવ્યા છે. ત્યારે ચેરમેન પેનલ અને માજી ચેરમેનની પરિવર્તન પેનલ સામે પ્રતિષ્ઠાભર્યો ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. જેમાં ચેરમેન પેનલને ભ્રષ્ટાચારનો મુદ્દો અકળાવી રહ્યો છે. વર્તમાન ચેરમેન ફતાભાઈ ધરીયા દ્વારા વ્યાપક ગેરરીતિઓ આચરાઈ હોવાના સનસનીખેજ આક્ષેપો પરિવર્તન પેનલના અગ્રણી અને માજી ચેરમેન સોમાભાઈ પટેલ દ્વારા કરાઈ રહ્યા છે. જેનો જવાબ મતદારોને આપવામાં ચેરમેન પેનલને ફાંફા પડી રહ્યા છે. માજી ચેરમેન સોમાભાઈ પટેલ તેઓના ચૂંટણી પ્રચારમાં માર્કેટયાર્ડના ગેરવહીવટને ઉજાગર કરી રહ્યા છે. અને ભ્રષ્ટાચાચારીઓની ઘરવાપસી કરાવી માર્કેટયાર્ડમાં પરિવર્તનનો શંખનાદ ફૂંકવા મેદાને ઉતર્યા હોવાનું જણાવી રહ્યા છે. પરિવર્તન પેનલને મતદારો તરફથી મળી રહેલા આવકાર ને લઈને તેઓએ પાલનપુર માર્કેટયાર્ડમાં ચોક્કસ સત્તા પરિવર્તન થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

વહીવટમાં સગાંવાદ અને ગેરરીતિના સંગીન આક્ષેપો
પાલનપુર માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન ફતાભાઈ ધરીયાના રાજમાં થયેલ ગેરરીતિનો પ્રચારનો મુદ્દો બનતા ચેરમેન પેનલને અકળાવી રહ્યો છે. જેમાં ચેરમેન દ્વારા તેમના સગાં સાળાના પુત્ર અને બે ડિરેકટર દિનેશભાઇ કુણીયાના કાકાના પુત્ર અને લાલજીભાઈ કરેણના સગાં ભત્રીજાને નોકરી રાખી ભાઈ- ભતીજાવાદ અને સગાવાદને પોષવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠ્‌યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં વધારે પ્રમાણમાં થયેલો સરભરા ખર્ચ, નિયામકની મંજૂરી વગર રૂ.૧૫ લાખનો પ્રવાસ ખર્ચ, ચેરમેનની ગાડીનું ડીઝલ પોતાના જ એસ્સાર પંપમાંથી ભરાવી ઊંચું બિલ ઉધારવું અને ગાડીનો બેફામ ઉપયોગ અને લગભગ રોજ ગાડીનું માઉન્ટ આબુ જવું જેવા અનેકવિધ ગેરવહીવટના મુદ્દાઓ હવે ચૂંટણી પ્રચારના મુદ્દા બન્યા છે. ત્યારે માર્કેટયાર્ડ માં પરિવર્તન કે પુનરાવર્તન થશે તેના પર સૌની મીટ મંડાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.