
પાલનપુર અમદાવાદ હાઇવે પર જાેખમી બેરીકેટ અકસ્માત નોતરશે
મોટા ભાગે પોલીસ દ્વારા હાઇવે રોડ પર કાયદાને હાથમાં લેનાર તત્વોને કંટ્રોલ કરવા અને કેટલીક અ-પ્રવૃતિઓને રોકવા તેમજ વાહનનોની ગતિ કંટ્રોલ કરવા અને રસ્તાને બ્લૉક કરવા જેવી બાબતોમાં બેરીકેટ ઉપયોગમાં લેવાતા હોય છે. પરંતુ જગાણા પાટીયે બેરીકેટ કાંઈક અલગ હાલતમાં જાેવા મળે છે. પાલનપુરથી અમદાવાદ જતાં હાઇવે પર જગાણા પાટીએ છેલ્લા ઘણા સમયથી બેરીકેટ હાઇવે પર આડું પડી રહ્યું છે. આડું પડેલું બેરીકેટ વાહનચાલકોના જણાવ્યા પ્રમાણે સાવ નજીક વાહન પહોંચે ત્યારેજ જાેઈ શકાય છે અને ત્યાંથી અવર જવર કરતી વેળાએ સતત અકસ્માતનો ભય રહે છે. રાત્રિ સમયે આ બેરીકેટ ક્યારેક મોટી જાનહાની સર્જી શકે તેમ પણ તેઓ જણાવી રહ્યા છે. માટે વહેલી તકે આ બેરીકેટ મૂળ સ્થિતિમાં લવાયા એ જરૂરી છે. કાયદાની રક્ષક પોલીસ એ પણ ધ્યાન રાખે કે કાયદાની વ્યવસ્થા માટે રખાયેલા બેરીકેટ થી કોઈનો જીવ ન જાેખમાય.