લોરવાડા ગામે ગેરકાયદેસર માટીનું ખોદકામ કરતા જે.સી.બી અને ટ્રેકટર જપ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ભીલડી
ડીસા તાલુકાના લોરવાડા ગામના બરેલી તળાવમાં બિનકાયદેસર જે.સી.બી દ્વારા માટીનું ખોદકામ થતું હતું. આથી ગામના એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે મામલતદારની સુચના અનુસાર ભીલડી વિભાગીય સર્કલ ઓફિસર ડી.પી ઝાલા તેમજ તલાટી કમ મંત્રી લોરવાડા ભારતીબેન સાથે તપાસ કરતાં તળાવની અંદર ગેરકાયદેસર માટીનું ખોદકામ કરતાં ટ્રેકટર અને જી.સી.બી જપ્ત કરી ભીલડી પોલીસ સ્ટેશનમાં સુપરત કરી વધુ તપાસ માટે પાલનપુર ખાન ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા તાલુકાના કેટલાકગામોમાં સરકારી પડતર જમીનમાંથી ગેરકાયદેસર માટી ઉલેચવાનો મોટો કારોબાર ચાલે છે જેના ટ્રેકટર માલિકો એક ફેરાના રૂ ૩૦૦ થી ૪૦૦ લેવામાં આવે છે. ડીસા મામલતદાર દ્વારા સધન તપાસ કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવે તેમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.