પાલનપુર ખાતે જૈન સમાજે જતાવ્યો વિરોધ:કલેકટરને આવેદનપત્ર આપી લગાવી ન્યાયની ગુહાર

બનાસકાંઠા
બનાસકાંઠા

પાવાગઢ જૈન મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજ લાલઘૂમ: પાવાગઢમાં ભગવાન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત કરવાના મુદ્દે જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે પાલનપુર ખાતે સકળ જૈન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શિત કરી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

પાવાગઢમાં જૈન શાસનના ભગવાન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત કરવા મુદ્દે જૈન સમાજમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. જૈન શ્રેષ્ઠીઓ સહિત જૈન સાધુ-સાધ્વી મહારાજ સાહેબો પણ વિરોધ જતાવી રહ્યા છે. ત્યારે આજે પાલનપુર ખાતે સકળ જૈન સંઘ દ્વારા ઉગ્ર સુત્રોચાર વચ્ચે વિરોધ જતાવવામાં આવ્યો હતો. બાદમાં જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. જેમાં ન્યાય નહિ મળે તો અહિંસક આંદોલન છેડવાની ચીમકી જૈન સમાજે ઉચ્ચારી હતી.

જૈન સમાજની આસ્થા ને છાશવારે ઠેસ પહોંચાડવામાં આવે છે. ત્યારે સરકાર સત્વરે પગલાં ભરી ન્યાય નહિ આપે તો જૈન સમાજે સાધુ-સાધ્વીઓ સાથે ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. આમ, પોતાની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચતા જૈન સમાજ રોડ પર ઉતરી આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.