
થરાદમાંથી થયેલી ચોરી મામલે ઊંઝાની પેઢીમાં તપાસ
બનાસકાંઠાના થરાદ માર્કેટ યાર્ડ ખાતે ગત ડિસેમ્બર મહિનામાં ૩૬૪ બોરી જીરૂં થરાદથી મુન્દ્રા રવાના કરવામાં આવ્યું હતું. જેનો ટ્રક ડ્રાઇવર ગુમ થવા પામ્યો હતો. જીરું મુદ્રા ન પહોંચતા એક્સપોર્ટરે થરાદ પોલીસ સ્ટેશનમાં ટ્રક ડ્રાઇવર તેમજ ટ્રાન્સપોર્ટ વાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ પાલનપુર એલસીબીને સોંપાઈ હતી. પાલનપુર એલસીબી પોલીસે ટ્રક ડ્રાઇવરને ઝડપી લીધો હતો. વધુ પુછપરછ કરતાં સદર મુદ્દામાલ અલગ અલગ સ્થળે વેચ્યો હોવાની કબુલ્યું હતું. જેને લઈને પાલનપુર એલસીબી પોલીસ મંગળવારે સાંજે ઊંઝા એપીએમસી ખાતે આવેલ એક પેઢીમાં તપાસ હાથ ધરી હતી. પોલીસ ટીમને જોઈ આજુબાજુના વેપારીઓ એકઠા થઇ ગયા હતા. પાલનપુર એલસીબી સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, મુંબઈના એક્સપોર્ટરે મુન્દ્રા ખાતે ઓફિસ ધરાવતો હોય જેને થરાદ માર્કેટ યાર્ડમાંથી અલગ અલગ પેઢીઓમાંથી ૩૬૪ બોરી જીરું કિંમત રૂપિયા ૪૬.૭૪ લાખની ખરીદી કરી હતી. જે માલ થરાદ માર્કેટ યાર્ડમાંથી જય શ્રી રામ ટ્રાન્સપોર્ટ મારફતે ભૂરા રણછોડ ઢીલા ડ્રાઇવર મારફતે મોકલી હતી. જે માલ સાદર સ્થળેન પહોંચતાં શોધખોળ હાથ ધરી હતી. બાદમાં એક્સપોર્ટરે થરાદ પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર ભૂરા રણછોડ ઢીલા અને ટ્રાન્સપોર્ટર સુરેશ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ પાલનપુર એલસીબીને સોંપાઈ હતી. આરોપી પકડાતા સદર જીરાનો મુદ્દામાલ અલગ અલગ જગ્યાએ વેચ્યો હોવાનું બહાર આવ્યું હતું. જે પૈકી ઊંઝા ગંજ બજારમાં આવેલ એક પેઢીમાં પણ માલ વેચ્યો હોવાની માહિતી મળતાં એલસીબી પોલીસે ઊંઝાની પેઢીમાં તપાસ હાથ ધરી હતી. ઊંઝા વેપારી પેઢીમાં તપાસ અર્થે આવેલ પાલનપુર એલસીબી પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો મુદ્દામાલ અલગ અલગ જગ્યાએ વેચેલ છે. ટોટલ ૩૬૪ બોરી હતી. ઊંઝામાં કેટલી બોરી વેચી હતી તે બાબતે પૂછતા તેમને જણાવ્યું હતું કે,વેપારીએ ખેડૂતનો માલ સમજી લીધો હતો. કેટલો માલ લીધો હતો તે આવે ત્યારે નક્કી થાય.