દીઓદર પોલીસ સ્ટેશનમાં આવતા વચેટીયાઓ… દારૂના અડ્ડાવાળાની નોંધ કોણ રાખશે..?
રખેવાળ ન્યુઝ દીઓદર : પોલીસ પ્રજાની રક્ષક છે. અને પોલીસ સ્ટેશને I help you me નું બોર્ડ પણ લગાવાય છે. પરંતુ દીઓદર પોલીસ સ્ટેશનમાં આવતા પ્રજાજનોને અડધુત કરાય છે. તેમજ આવતા ફરીયાદી કે અરજદારો જાણે કે ગુન્હાહીત હોય તેમ બેસાડી રખાય છે. તેમાંય કોરોનામાં બે મહિના મનફાવે તેમ પ્રજાજનોને હેરાન પરેશાન કરવાની જાણે કે પડી ગયેલ આદતને દીઓદર પોલીસ સ્ટેશનમાં કેટલાક પોલીસ કર્મીઓ હજુ ભુલી શકતા ન હોવાનું મહેસુસ દીઓદરની એક ચેનલના પત્રકારને પણ થવા પામેલ. કામ અર્થે ગયેલા પત્રકારને આ પોલીસ મથકના પી.એસ.ઓ તરીકે ફરજ બજાવતા શાંતિલાલ નામક અધિકારીએ અડધુત કરેલ. અને પત્રકારની આવવાની નોંધ સ્ટેશન ડાયરીમાં કરી ઉપર મકુવાનું કહી પી.એસ.આઈ.ના ચેમ્બરમાં લઈ ગયેલ. જ્યાં પણ કાયદાની ભાષા..દીઓદર પોલીસ સ્ટેશનમાં આવતા પત્રકારોની નોંધ કરવા જણાવેલ. અને તેની નોંધ જીલ્લા કલેક્ટરશ્રી તથા ડી.એસ.પી.ને મુકવા તેમને ફરમાન કરેલ. ત્યારે પ્રશ્ન એ થાય છે કે દીઓદર પોલીસ સ્ટેશનમાં આવતા દલાલો, દારૂ જુગારના અડ્ડાવાળાઓની કોઈ નોંધ રખાય છે. કોરોનામાં કોઈ વ્યÂક્ત સાથે બબાલ થાય અને ફરીયાદ થાય ત્યારે આરોપીઓને પકડી લાવી કહેવાય છે કે રોકડી કરી તરતજ કાગળના ઘોડા દોડાવી છોડી મુકાય છે. તેની નોંધ જીલ્લા પોલીસ વડાને મુકાય છે ખરા ?