બનાસકાંઠા જિલ્લામાં દિવ્યાંગો માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયા
કુલ ૧૧૬૭ દિવ્યાંગ લાભાર્થીઓનું એસેસમેન્ટ કરી ૨ કરોડ ૬૧ લાખના સાધનો એનાયત કરવામાં આવશે: બનાસકાંઠા જિલ્લામાં માનનીય કલેક્ટરના પ્રયત્નો અને માર્ગદર્શન હેઠળ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના એલિમકો નિગમ દ્વારા તારીખ ૨ થી તારીખ ૮ ઓગષ્ટ દરમિયાન પાલનપુર, વિરમપુર, ડીસા લાખણી, દાંતીવાડા, અને થરાદ સહિત જિલ્લાના ૧૪ તાલુકાના દિવ્યાંગો માટે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ની ADIP યોજના હેઠળ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પાલનપુર ખાતેના કેમ્પમાં વડગામ અને પાલનપુર તાલુકાના કુલ ૨૦૪ દિવ્યાંગોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું છે. જેમને ૫૧ લાખ ની રકમના સાધનો એનાયત કરવામાં આવશે. વિરમપુર ખાતે દાંતા અને અમીરગઢ તાલુકાના કુલ ૫૯ દિવ્યાંગ લોકોનું સાધન સહાય માટે એસેસમેન્ટ કરવામાં આવ્યું છે. જેમાં ૧૬ લાખની રકમના સાધનો એનાયત કરવામાં આવશે. જ્યારે ડીસા ખાતે ડીસા અને કાંકરેજ તાલુકાના કુલ ૨૪૮ દિવ્યાંગોને દિવ્યાંગ સાધન સહાયો માટે એસેસમેન્ટ કરવામાં આવ્યા અને જેઓને ૫૬ લાખની રકમના સાધનો એનાયત કરવામાં આવશે.
લાખણી ખાતે દિયોદર અને લાખણી તાલુકાના કુલ ૧૯૨ દિવ્યાંગોને સાધન સહાય માટે એસેસમેન્ટ કરવામાં આવ્યું. જેમાં ૩૭ લાખની રકમના સાધનો એનાયત કરવામાં આવશે. દાંતીવાડા ખાતે દાંતીવાડા અને ધાનેરા તાલુકાના કુલ ૧૬૭ લાભાર્થીઓનું એસેસમેન્ટ કરવામાં આવ્યું. જેમાં ૩૫ લાખની રકમના સાધનો એનાયત કરવામાં આવશે. જ્યારે થરાદ ખાતે ભાભર, સુઈગામ, વાવ અને થરાદ તાલુકાના કુલ ૨૯૭ દિવ્યાંગોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું. જેઓને ૬૩ લાખની રકમના સાધનો એનાયત કરવામાં આવશે. આમ બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૧૬૭ દિવ્યાંગ લાભાર્થીઓનું એસેસમેન્ટ કરવામાં આવેલ જેમને ૨ કરોડ ૬૧ લાખ ની રકમના સાધનો એનાયત કરવામાં આવશે.બનાસકાંઠા જિલ્લામાં કુલ ૩૮૦ દિવ્યાંગોને મોટરાઇઝિકલ ટ્રાયશીકલ એનાયત કરવામાં આવશે.
જેમાં આકાંક્ષી તાલુકા અંતર્ગત આવતા થરાદ તાલુકામાં સરહદી વિસ્તારના ગામડાઓમાંથી લગભગ ૨૯૭ દિવ્યાંગો હાજર રહી સાધન સહાય માટે એસેસમેન્ટ કરાવેલ અને જેઓને ૬૩ લાખથી પણ વધુ રકમના સાધનો એનાયત કરવામાં આવશે. આ કેમ્પ દરમિયાન ભારત સરકારના નશામુક્ત ભારત અભિયાન હેઠળ તમામ દિવ્યાંગોને નશામાંથી મુક્ત થવા માટે સમજવવામાં આવેલ અને પ્રતિજ્ઞા લેવરાવવામાં આવેલ
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા ગુજરાત સરકારની સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકના નિયામક સમાજ સુરક્ષા ખાતાની વિવિધ દિવ્યાંગોની કલ્યાણકારી યોજનાઓથી વંચિત લાભાર્થીઓની નોંધ કરવામાં આવેલ લાગુ પડતી યોજનાઓમાં સમાવેશ કરી લાભો અપાવવાની કામગીરી પણ સાથે સાથે કરવામાં આવી હતી.