ડીસામાં લોકઅપ રૂમમાં કેદીની અગમ્ય કારણોસર આત્મહત્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેરમાં આજે ચકચારી ઘટના સામે આવી છે. જેમાં બે દિવસ અગાઉ ઉત્તર પોલીસે ચોરીના કેસમાં એક આરોપીની અટકાયત કરી હતી. જે ચોરીના કેસમાં લાવેલ આરોપીએ આજે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી દેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દીપસિગ લખસિંગ ચૌહાણ (રહે.જશઇ, બાડમેર ઉ.વર્ષ ૨૩) ની બે દિવસ અગાઉ ચોરીના કેસમાં ઉત્તર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જે આરોપીએ ગત રાત્રીના સુમારે ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લેતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે આરોપીએ અકાળે જીવન લીલા સંકેલી લીધાની ઘટના બનતા પોલીસ મથકે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. આ ચકચારી આત્મહત્યાને લઈ ડીવાયએસપી સહિત પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પોલીસે આત્મહત્યા કરનાર આરોપીની લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.