ડીસા શહેરમાં વિટામિન બી- ૧૨ની ઉણપવાળા દર્દીઓની સંખ્યામાં વધારો

બનાસકાંઠા
બનાસકાંઠા

ફાસ્ટ લાઈફ સ્ટાઇલ અને પોષક તત્વોની ઉણપવાળા ખોરાકના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં વિટામીન બી- ૧૨ ની ઉણપ ધરાવતા દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. પોષણના અપૂરતા આહારના લીધે સર્જાતી આ સમસ્યાથી અત્યારે મોટાભાગના લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે ડીસા સિવિલમાં પણ રોજ બરોજ આવતા ૬૦૦ કેસોમાં ૧૦ થી વધુ લોકો બી- ૧૨ ની ખામીથી પીડિત હોય છે. જોકે સામાન્ય રીતે બી -૧૨ ની ઉણપના લીધે દર્દીની નર્વસ સિસ્ટમ ઉપર અસર થાય છે જેમાં દર્દીની યાદદાસ્ત કમજોર થવી ,ચક્કર આવવા, હાથ પગમાં દુખાવો, થાક લાગવો, મોઢામાં છાલા પડવા, શરીરમાં કમકમાટી આવવી, શરીર પીળું પડવું વગેરે લક્ષણો હોવાનું તબીબોએ જણાવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી વિટામિન બી- ૧૨ ની ઉણપ ધરાવતા દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો હોવાનું સરકારી હોસ્પિટલના તબીબો પણ જણાવી રહ્યા છે. વર્તમાન સમયમાં મોટા ભાગના દર્દીઓ જ્યારે સારવાર લેવા માટે આવે છે અને તેઓની તપાસ બાદ તેમનામાં વિટામિન બી -૧૨ ની ઉણપ જોવા મળી રહી છે. આ બાબતે ડીસા સિવિલ હોસ્પિટલના ડો.ખાન સાથે બી -૧૨ ની બીમારી વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે વિટામિન બી-૧૨ ની ઉણપને દૂર કરવા માટે ઠંડા પીણાંના બદલે છાસ, દૂધ અને દહીનું સેવન કરવું જોઇએ અને પોતાના આહારમાં પનીર, સોયાબીન, નારંગીનો વધુ ઉપયોગ કરવો જોઇએ.જેથી શરીરની જરૂરિયાત મુજબનું વિટામિન બી- ૧૨ મળી રહે. જેથી હાલના સમયમાં વધુને વધુ લોકોમાં સર્જાયેલી વિટામિન બી- ૧૨ ની ઉણપને ખાન પાનમાં સુધારા દ્વારા દૂર કરીને તંદુરસ્ત જીવન જીવી શકાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.