બનાસકાંઠામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ૬૧૫૧ બોરીની આવક

બનાસકાંઠા
બનાસકાંઠા 64

બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ૪૯૦ ખેડૂતોએ ઓન લાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. જે પૈકી અત્યાર સુધીમાં ૩૬૭ ખેડૂતોએ ૬૧૫૧ બોરી ઘઉં ટેકાના ભાવે ભરાવતા ૩૦૭૫.૫ કિવન્ટલ ઘઉંની આવક થઈ છે. જેમાં સૌથી વધુ પાલનપુર તાલુકા ના ૧૯૫ ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં ભરાવ્યા છે.મોંઘવારીમાં માર સહન કરતા ખેડૂતોને વિવિધ પાકોમાં પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકાર દ્રારા ટેકાના ભાવે પાકોની ખરીદી કરવામાં આવે છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ પ્રતિ ૨૦ કિલો રૂ. ૩૯૫ના ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરાઇ હતી. જેમાં ૪૯૦ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી. જેમાં અત્યાર સુધીમાં ૩૬૭ ખેડૂતોએ ટેકાના ભાવે ૬૧૫૧ ઘઉંની બોરીઓ ભરાવી છે. જેમાં ડીસામાં ૨૯, થરાદ ૩૧, દાંતા ૪૯,દાંતીવાડા ૨, દિયોદર ૫, ધાનેરા ૨,પાલનપુર ૧૯૫, લાખણી ૩, વડગામ ૪૭,અને વાવના ૨ ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં ભરાવ્યા છે. જ્યારે સુઇગામ, અમીરગઢ, ભાભર અને કાંકરેજમાં ટેકાના ભાવે એક પણ બોરીની આવક નોંધાઈ નથી.જાેકે જિલ્લાના ૧૪ તાલુકા પૈકી ચાર તાલુકામાં ટેકાના ભાવે ઘઉં ની ખરીદી માં એક પણ ખેડૂતનું રજિસ્ટ્રેશન થયું ન હોઈ ૧૦ તાલુકામાં કુલ ૪૯૦ નોંધણી માંથી અત્યાર સુધીમાં ૩૬૭ ખેડૂતો એ ઘઉં ભરાવ્યા છે. જ્યારે ૧૫૯ જેટલા ખેડૂતો ને એસએમએસ કરવાના બાકી હોવાનું પુરવઠા તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.