પાલનપુરમાં હેડ પોસ્ટ ઓફિસ ડાકઘર નિર્યાત કેન્દ્રનો પ્રારંભ
પાલનપુરના જોરાવર પેલેસ માં આવેલ હેડ પોસ્ટ ઓફિસ ખાતે લોકોની સુવિધાઓ માટે ડાકઘર નીર્યાત કેન્દ્ર નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં લોકો પોતાના ઘરે બેઠા પોસ્ટના પોર્ટલ પર દેશ માટે પોસ્ટની વિવિધ સેવાઓ અને પાર્સલનો ચાર્જ સહિતની જાણકારી મેળવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
લોકોએ વેશ્વિક બજારમાં વેપાર કરવા ઇચ્છુક છે. પરંતુ વિદેશમાં ચીજ વસ્તુ અને પાર્સલ કે સામગ્રી કઇ રીતે મોકલવી તેને લઇ મુંઝવણ અનુંભવતા હોય છે. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા લોકો વેશ્વિક બજારમાં ઓન લાઇન માધ્યમથી વ્યાપાર કે વેચાણ કરે છે. તેમના માટે ઘરે બેઠા બુકિંગ તેમજ પોસ્ટલ બિલ ઓફ એક્ષપોર્ટ પ્રાપ્ત થઈ શકે તે હેતુસર ડાકઘર નિર્યાત કેન્દ્ર ની શરૂઆત કરાઈ છે. પાલનપુર ખાતે આવેલ હેડ પોસ્ટ ઓફિસ ખાતે પણ ડાકઘર નીર્યાત કેન્દ્રની શરૂઆત થઇ છે. જેમાં લોકો ઘરે બેઠા દેશ વિદેશમાં ચીજ વસ્તુ કે પાર્સલ મોકલી શકશે અને પોસ્ટની વિવિધ સેવાઓ ની માહિતી અને લાભ મેળવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.