ડીસા તાલુકાના વડાવળ ગામમાં બહારગામ થી આવી વસવાટ કરતા કેટલાક ઈસમો પશુ હત્યા કરતા હોવાને લઈ ગ્રામજનો લાલઘુમ
સમગ્ર ગામ ભેગું થતા આવા લોકોને ગામમાંથી નીકળી જવા જણાવાયું: ડીસા તાલુકાના વડાવળ ગામમાં છેલ્લા કેટલાક સમયથી બહારગામ થી આવી મજૂરી કામ અર્થે રોકાણ કરેલા કેટલાક લોકો અમાનવીય કૃત્ય કરતા હોવાનું ગ્રામજનોને જાણવા મળતા બુધવારના રોજ સિધ્ધ અંબિકા માતાજીના પ્રાંગણ માં સમગ્ર ગામ ભેગુ થતા આવા લોકોને ગામની બહાર કાઢવા માટે બધા એક મત થયા હતા
વડાવળ ગામમાં ઓડ અને વાદી સમાજના લોકો છેલ્લા કેટલાક સમયથી રહે છે ત્યારે ગતરોજ વાદીનું એક બકરાનુ બચ્ચુ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું જેનું મારણ કેટલાક ઓડ સમાજના ઈસમો એ કર્યું હોવાનું ગ્રામજનોને જાણવા મળતા આજરોજ આ બંને સમાજના લોકોને બોલાવી પુછપરછ કરવામાં આવી હતી જેમાં તે ઇસમો એ બકરા નું મારણ કર્યા નું કહ્યું હતું જેથી ગામજનો એ આ તમામ લોકો ને ગામમાંથી જતા રહેવા જણાવ્યું હતું અને ગામમાં આવી પ્રવૃત્તિ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ ભીલડી પોલીસ ને આ બાબતે જાણ કરવામાં આવી હતી.
બહારગામ થી આવી વસવાટ કરતા લોકો ગામનું નામ બદનામ કરતા હોય છે : ગ્રામજનો ડીસા તાલુકાના વડાવળ ગામમાં અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે ગામમાં સેવાકીય પ્રવૃતિઓ પણ સતત જોવા મળતી હોય છે પરંતુ કેટલાક બહારના લોકો આવી ગામમાં અસામાજિક અને અ માનવીય કૃત્ય કરતા હોવાથી ગામનું નામ બદનામ થતું હોય છે ત્યારે હવા લોકોને ગામમાંથી બહાર નીકળી જવા માટે આજે સમગ્ર ગ્રામજનો ભેગા થઈ ને રજૂઆત કરી હતી