કાંકરેજ તાલુકાના ટોટાણા ગામમાં એક જ દિવસમાં ત્રણ યુવાનો ના મોત થતાં ગામ હીબકે ચડ્યું
કાંકરેજ તાલુકાના સદારામબાપુ ના યાત્રાધામ એવા ટોટાણા ગામની ધટના સામે આવી છે એમાં વીસ વર્ષથી લઈને ચોવીસ વર્ષના ત્રણ યુવાનોના મોત થતાં પરીવાર પર આભ ફાટ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા જોકે ત્રણેય ના મોત જુદાં જુદાં કારણો થી થયાં છે મૃતક પરમાર ગીરીશ પુનાભાઈ ઉંમર વર્ષ ૨૩ નું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું મનાય છે ત્યારે હવે પરમાર રોહિત ગાંડાભાઈ ઉંમર વર્ષ ૨૪ ને દારૂ પીવા ની ટેવ હોવાથી ફેફસાં ફેલ થવાના કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
જોકે ચંચાણી મયુર પાંચાભાઈ ઉંમર વર્ષ ૨૧ નું ટીબીના કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે જોકે એક્જ દીવસે કાંકરેજ તાલુકાના ટોટાણા ગામમાં રોહિત સમાજમાં ત્રણ યુવાનો ના નાની ઉંમરે મોત થતાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
જેમાં એક પછી એક એમ ત્રણેય યુવાનોના માત્ર કલાકો બાદ કલાકો માં મોત થયા હતા અને ત્રણેય ની અંતિમયાત્રા વારાફરથી કાઢવામાં આવી હતી ત્યારે હવે આજના જમાનામાં યુવાનો એ વ્યસનથી દૂર રહેવું જરૂરી છે અન્યથા પસ્તાવવાનો વખત આવે તો નવાઈ નહીં કેમકે જ્યારે આપડું પોતાનું શરીર અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે જીવનમાં ખુશીઓ આવે તેવી જિંદગી માટે કાળજી રાખી ને કોઈ પણ ખાદ્ય પદાર્થો અને પીણાંનું સેવન કરવું જોઈએ તેવી શિખામણ આપતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ત્યારે હવે ટોટાણા ગામમાં રોહિત સમાજમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ હતી “ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે”આ શીર્ષક જ્યારે પણ લખાયું હશે એ સત્ય છે ત્યારે હવે યુવાનોને વ્યસનથી દૂર રહેવું જરૂરી છે