પાલનપુરમાં બીજા નોરતે ઘુમ્મર નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

નવલા નોરતા આવતાની સાથે જ આખું ગુજરાત જગમગવા લાગે છે અને ખેલૈયા ગરબે ગૂમવા માટે તત્પર રહેતા હોય છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ગઠામણ પાટીયા નજીક આવેલ રાધે ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રીનું સુંદર પ્રકારનું આયોજન કરવામાં આવે છે. જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ઘુમ્મર નવરાત્રીના આયોજક પ્રકાશભાઈ ચૌધરી દ્વારા પોતાના નવ દિવસમાં થયેલ નવરાત્રી દરમિયાન ખર્ચો કર્યા બાદ જે રૂપિયા વધે છે તે પાલનપુરમાં આવેલ બનાસ એમપી પ્લસ નામની સંસ્થાને એચઆઈવી ગ્રસ્ત બાળકોને ડોનેટ કરી દે છે.જોકે મહત્વની વાત એ છે કે મન નવરાત્રીમાં બીજા નોરતામાં પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા.તો બીજી તરફ અનેક ખેલૈયાઓ પોતાના અલગ અલગ સ્ટેપમાં ગરબે રમતા જોવા મળ્યા હતા તો સાથે સાથે યાના પટેલ નામની બાળા એ પણ પોતાના દાન સહિત યોગાના કરતબ બતાવી ખેલૈયોમાં એક અનેરો ઉત્સવ જોવા મળ્યો હતો.


આ અંગે સૌથી નાના બાળા યાના પટેલ જણાવ્યું હતું કે, હું દર વર્ષે ઘુમ્મર નવરાત્રીમાં ગરબા રમવા આવું છું અને આ આયોજન કો મને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલાવે છે અહીંયા મને ગરબા રમવાનો ખૂબ જ મજા આવે છે.તેની સાથે સાથે ગરબે રમતા ડો.કરણ ચૌધરી એ જણાવ્યું કે, આ ઘુમ્મર નવરાત્રી માં અમે એટલા માટે ગરબા રમવા આવીએ છીએ કે આ નવરાત્રી ના આયોજકો આ તમામ રૂપિયા વિધવા મહિલા તેમજ એચઆઇવી ગ્રસ્ત બાળકોને સોંપે છે એ અમને સારું લાગે છે જેમનો અમને ગર્વ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.