બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વખડાના વૃક્ષો ઉપર પિલુ લચી પડ્યા
બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય પ્રદેશોની ઓળખ સમાન ઢગલાબંધ વૃક્ષો ઉગેલા હોય છે. જેમાંનું એક વૃક્ષ ગામઠી ભાષામાં તેને વખડો એટલે ઢુલડો કહેવામાં આવે છે. જેના પર ઉનાળાની સિઝન દરમિયાન વન ફળ એટલે કે પિલું આવવાનું શરૂ થાય છે જે પીલું વૈશાખ મહિનામાં પાકી જતાં હોય છે. જેથી ગામના લોકો વૃક્ષ ઉપર ચડી પિલું વીણતા હોય છે અને આ વન ફળનો સ્વાદ પણ આગવો હોય છે. એકવાર મો માં નાખ્યા પછી સતત ખાવાનું મન થતું હોય છે. જેથી ગામડાની સંસ્કૃતિના લોકજીવન સાથે વણાઈ ગયા છે. અગાઉના દાયકામાં ગ્રામ્ય પ્રદેશોમાં પીલુનો મહિમા વર્ણતા લોકગીતનો પણ મહિમા ખૂબ જ પ્રચલિત હતો. જેમાં પીલુ પાકયા અને આણા આંયાં જેવા અનેક લોકગીતો આજે પણ લોકજુબાને રમી રહ્યા છે પરંતુ આજના ટેકનોલોજી અને મોબાઈલ યુગમાં નવી પેઢી કદાચ આ વનફળથી અજાણ જોવા મળી રહી છે સાથે કમનસીબે ગામડાઓમાંથી ગૌચરો સાથે વખડાના વૃક્ષો પણ નામશેષ થવા જઈ રહ્યા છે જેથી હવે ગ્રામ્ય પ્રદેશોમાં વખડા ના વુક્ષો પણ ક્યાંક ક્યાંક ગામોમાં જોવા મળી રહ્યા છે જેના ઉપર હાલમાં પિલુ લચી પડ્યા છે. જે પેલું જોતાં જ મોઢામાંથી પાણી આવી જાય તે જ તેની મહત્તા પુરવાર કરી રહી છે. આજની નવી પેઢીને લોકજીવનના અભિન્ન અંગ સમાન વૃક્ષોને નિહાળવા અને ફળોનો ચટપટ સ્વાદ લેવાથી વંચિત જોવા મળી રહી છે ત્યારે આવા વૃક્ષોનું જતન થાય અને નવી પેઢી ઓળખતી થાય તે માટે પણ એક પ્રયાસ આદરવો જોઇએ