ચૂંટણીની તૈયારી વચ્ચે અમીરગઢ પોલીસે ૨૦૦ પેટી દારૂ ભરેલુ આઇસર પકડ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ પો.સ. ઇ. એમ કે ઝાલા ને મળેલ બાતમી આધારે રાજસ્થાન તરફથી આવતી આઇસર ટ્રક નં. ઇત્ન ૨૩ ય્છ ૬૦૭૯ માં દારૂ ભરેલ હોઉં તથા તેની પાઈલોટિંગ સ્કોડા ગાડી નંબર. ડ્ઢન્ ૬ઝ્રત્ન ૭૨૧૭ કરી રહેલ છે. બાતમી આધારે પો.સ.ઇ. તથા તેમની ટીમે મુકેશકુમાર પરથીભાઈ, ધરામપાલસિંહ જનકસિંહ, મયંકકુમાર હેમરાજભાઈ, પ્રફુલદાન પૃથ્વીદાન, રાજનીશભાઈ કાનજીભાઈ એ નકાબંદી કરી હતી. બાતમી આધારે સ્કોડા ગાડી આઇસરની આગળ પેટ્રોલીંગ કરતી જણાતા પાછળ આવતા આઈસરને તથા સ્કોડા રોકી તેની તપાસ કરતા આઇસરમાં પ્લાસ્ટિકના સફેદ કટ્ટા નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ૨૦૦ પેટી ૨૪૦૦ નંગ ભરેલ હોઈ દારૂની કિં .૯,૬૦,૦૦૦ આઇસર ગાડીની કિ. ૫,૦૦,૦૦૦ સ્કોડા ગાડી કિ. ૩,૦૦,૦૦૦ મો. નંગ ૫ કિ. ૧૮,૫૦૦ તથા રોકડા ૫૨૧૦ મળી કુલ ૧૭,૮૩,૭૧૦નો મુદામાલ સહિત ત્રણ ઇસમોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.