વીરપુર જતા પ્રથમ વરસાદમાં : નાળા અને પૂલ ઉપર પાણી ભરાતા લોકોમાં ભયનો માહોલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનના પગલે ગઈકાલે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે વીરમપુર અને તેની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ થયો હતો. લગભગ વીસેક મિનિટ ચાલેલા આ વરસાદમાં બાલારામ કે રામપુરથી આવતી ચોકડી અને વિરમપુર વચ્ચે આવેલ નાળામાં અને પૂલ ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા. પૂલ ઉપર પડતા વરસાદના પાણીને નીચે ઉતરવાની કોઈ વ્યવસ્થા ન હોઈ આ પાણી પૂલ ઉપર ભરાતા આ માર્ગનો ઉપયોગ કરનાર લોકો અહીંથી વાહનમાં પસાર થતાં ડરનો અનુભવ કરતા હોવાનું જણાઈ આવતું હતું.

બાલારામથી અંબાજી જતા યાત્રાળુઓ માટેના માર્ગમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચીલાચાલુ કામકાજ કરી મિનિટોમાં જ પાણી ભરાઈ જાય એવા પુલનું નિર્માણ કર્યું હોવાનું સામે દેખાઈ રહ્યું છે.

પૂલ ઉપર ભરાયેલ પાણીનો તરત નિકાલ ન થાય તો આ પાનીપૂલના અંદર ઉતરે છે. આ પાણી લોખંડ અને સિમેન્ટની પક્કડ ઓછી કરે છે. આ સંજોગોમાં પાણીનો નિકાલ સત્વરે થાય એ માટે વહીવટી તંત્ર ઝડપી પગલાં લે એ જરૂરી છે. જો આમ નહીં થાય તો ભવિષ્યમાં આ વિસ્તારના લોકો માટેનો આ કરોડોનો ખર્ચ માથે પડે એવી શક્યતાઓ જોઈ શકાય છે. તંત્રની લાલિયાવાડી કે કોન્ટ્રાકટરનો લાભ એ નક્કી થઈ શકતું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.