
દિયોદરના ચોરીના કેસમાં નાસતો ફરતો રીઢો આરોપી અંતે ઝડપાયો
બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડની ટીમે ૨૦૧૯ ના ચોરીના ગુનાના આરોપીને ઝડપી પાડ્યો છે. જેમાં દિયોદર કોર્ટના સને ૨૦૧૯ ના ચોરીના ગુનામાં ઘણા સમયથી કોર્ટમાં હાજર ન રહેતા આરોપીને બાતમીના આધારે ઝડપી પાડી તેને ભીલડી પોલીસને સોંપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહા નિરીક્ષક , સરહદી રેંજ કચ્છ – ભુજના જે. આર. મોથલીયા તેમજ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નાસતા ફરતા આરોપીઓ પકડવા આપેલ સૂચના અંતર્ગત પેરોલ ફર્લો સ્કોડ પાલનપુરના પીએસઆઈ આર. એસ. લશ્કરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કૉડ પોલીસની ટીમ નાસતા ફરતા આરોપીઓની તપાસમા હતી. દરમિયાન ટીમને મળેલ ખાનગી બાતમી આધારે દિયોદર કોર્ટના સને ૨૦૧૯ ના ચોરીના ગુનામાં ઘણા સમયથી કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સંજયજી બાબુજી દરબાર (રહે. મુડેઠા) ને મુડેઠા મુકામેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા ભીલડી પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે.જેથી ભીલડી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.