
થરાદમાં લોનના હપ્તા ન ભરનાર શખ્સને કોર્ટે એક વર્ષની સજા આપી
થરાદમાં આવેલ શ્રીરામ ફાઇનાન્સ કંપની બ્રાન્ચમાંથી લોન લઈને હપ્તા ન ભરતા પાલનપુર કોર્ટેએ દિયોદર તાલુકાના શખસને છ માસની સજા આપી હતી. દિયોદર તાલુકાના શક્તિનગરના વતની ભીખાભાઇ સોમાભાઈ ઠક્કરએ શ્રીરામ ફાઇનાન્સ કંપની થરાદ બ્રાન્ચમાંથી ગાડી ઉપર લોન લીધેલી હતી.લોનના હપ્તા ન ભરતા આપેલ ચેક રિટર્ન થયો હતો ચેક રિટર્ન થતા કલેક્શન મેનેજર પાલનપુર કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી હતી.
કેસ ચાલી જતા ફરિયાદી તરફે વકીલ જે.બી.ગોસ્વામીની દલીલો ગ્રાહ્ય રાખી પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબએ નેગોશીયેબલ ઈન્સ્ટ્મેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબના ગુનામાં આરોપી ભીખાભાઇ સોમાભાઈ ઠક્કરને છ માસ સજા અને વળતર પેટે ૬૦૦૦૦૦ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.જો આરોપી વળતર પેટેની રકમ એક માસમાં ચૂકવવમાં નિષ્ફ્ળ જાય તો વધુ છ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.