થરાદમાં : સરકારી ગોડાઉન પાસે સામાન્ય વરસાદથી પાણી ભરાતાં સ્થાનિક લોકોને ભારે હાલાકી

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદમાં સામાન્ય વરસાદના ઝાપટાં સાથે ઠેરઠેર પાણી ભરાઈ જતાં લોકો પરેશાન થઈ ગયા છે. સરકારી ગોડાઉન પાસે સામાન્ય વરસાદથી પાણી ભરાતાં સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી રહ્યા છે. નગરપાલિકાના પ્રીમોન્સુન કામગીરના લીરેલીરા ઉડતાં હોય એવું લાગી રહ્યું છે.

ચોમાસાની સિઝનનો હજુ પૂરતો વરસાદ થયો નથી ત્યારે સામાન્ય વરસાદના ઝાપટાં પડતાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. ગઇકાલે આવેલા સામાન્ય વરસાદથી નગરમાં આવેલા સરકારી ગોડાઉન પાસે પાણી ભરાઈ જતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. થરાદ નગરપાલિકાના પ્રીમોન્સુનની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે. સરકારી ગોડાઉન સહિત બહાર રસ્તા પર પાણી એકઠા થતાં સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. નગરપાલિકા તાત્કાલિક પાણીના નિકાલનો પ્રશ્ન હલ કરે એવી લોકોમાં માગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.