થરાદના શીવનગરમાં ગટર ઉભરાતા મહોલ્લામાં પાણી ભરાયા
થરાદ વોર્ડ નંબર 1 માં શીવનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટર ઉભરાઇ રહી છે. આ ગટરનો ગંદો પાણી લોકોના ઘરમાં જાઇ રહ્યો છે. શેરીઓ, રસ્તાઓમાં પણ આ ગટરનો પાણી ફરી વળ્યું છે. ગટરના ગંદા પાણીને કારણે લોકોના આરોગ્ય જોખમાઇ શકે છે.સ્થાનિક લોકોએ નગર પાલિકામાં આ ગટર ઉભરાવાની અને ગંદકી ફેલાવાની જાણ પણ કરી છે, તેમ છતાં હજુ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ગટરનો ગંદો પાણી ફેલાયો છે.