
વાવના ગડસીસર બાન્ચની સણવાલ માઇનોર ૧ કેનાલમાં ખેડૂતોએ કેનાલની સ્વખર્ચે સફાઈ કરી
વાવ તાલુકાના સણવાલ ગામના ગિરધારીજી ચમનાજી પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતુ કે ગડસીસર બ્રાન્ચની સણવાલ માઇનોર કેનાલ ૧માં છેલ્લા ત્રણ વર્ષથી કેનાલનું સફાઈ કામ થતું નથી. જેથી કરીને ખેડૂતોને સ્વખર્ચે જાતે સફાઈ કામ કરવું પડી રહ્યું છે. આમ આ કેનાલોનું સફાઈકામ ન થવાથી આ વિસ્તારની હજારો એકર જમીન પિયતથી વંચિત રહી જાય છે બીજું આ વિસ્તારમાં જ્યાં જ્યાં કેનાલના સફાઈ કામો ચાલી રહ્યા છે તે ૫૦ ટકાથી વધુ કાગળ ઉપર બતાવીને પાણી છોડી દેવામાં આવતા સફાઈ કામનો કોઈ પુરાવો રહેતો નથી.
જેમાં નર્મદા કેનાલના જવાબદાર અધિકારીઓ અને સફાઈ કામના ઠેકેદારો રાતોરાત લખપતિ બની ગયા છે અને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે વર્તમાનમાં ગડસીસર બ્રાન્ચના જ્યાં સફાઈના કામો ચાલી રહ્યા છે ત્યાં આગળ જિલ્લા કલેકટર દ્વારા સરપ્રાઈઝ ચેકિગ હાથ ધરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે. વધુમાં સ્થાનિક ઠેકેદારો ખેડૂતોને કોઈ ગાંઠતા નથી ત્યારે આ મુદ્દે પણ યોગ્ય તપાસ થવી જરૂરી બની ગઈ છે.