દાંતીવાડાના પાંથાવાડા પંથકમાં ઘોઘમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
દાંતીવાડા તાલુકા ના વિસ્તારોમાં ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે ઘોઘમાર વરસાદ ખાબકતા રસ્તા અને ખેતરો મા પાણી ભરાઈ જવાના દૃશ્યો સર્જાયાં છે. બનાસકાંઠા જીલ્લામાં છેલ્લાં ચાર દિવસ થી ભારે ગરમી અને ઉકળાટ થતાં પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી. પરંતુ આજરોજ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ ને લઈ ખેડુતો ના ચહેરા પર રોનક જૉવા મળી રહી હતી. જો કે પ્રિ મોન્સુન ને લઈ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્થાનીક તંત્રની પણ પોલ ખુલી જવા ના દૃશ્યો સામે આવ્યા હતા.