પાલનપુરમાં મહિલાઓએ વટ સાવિત્રીનુ વ્રત કરી વડની પૂજા કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરતી હોય છે,આ વ્રત જેઠ સુદ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. પાલનપુરમાં મહિલાઓ દ્વારા વટસાવિત્રીનુ વ્રત કરવામાં આવ્યુ હતુ. જેમાં શુક્રવારે મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરી વડની પૂજા અર્ચના કરી હતી. જેમાં પૂજારી દ્વારા બહેનોને વિધિવત પૂજા કરાવવામાં આવી હતી.

જેઠ સુદ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. જેથી પાલનપુરની મહિલાઓએ શુક્રવારે પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કર્યું હતું. જેમાં મહિલાઓ આ દિવસે ઉપવાસ કરે છે અને મંદિરમાં જઈ વડને સુતરની દોરી બાંધી પ્રદક્ષિણા કરી આરતી કરી વડની પૂજા કરવામાં આવે છે. જેમાં પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે આવેલ મંદિરમાં મહિલાઓએ વડની પૂજા કરી ત્યારબાદ ભગવાન શિવની પૂજા કરવામાં આવી હતી. જેમાં પૂજારી દ્વારા મહિલાઓને વિધિવત પૂજા અર્ચના કરાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.