સામાન્ય વરસાદમાં વાવના ચુવા ગામમાં કાદવ કીચડ નું સામ્રાજ્ય વધ્યું રોગચાળો ફાટી નીકળવાની દહેશત
વાવ થી 9 કી. મી અને થરાદ થી પણ 9 કી. મી ના અંતરે મદયમાં આવેલા ચુવા ગામમાં થયેલા મામુલી વરસાદ માં ઠેર ઠેર શેરી ઓ માં અને માર્ગો ઉપર પાણી ભરાઈ જતા ગંદકી નું પ્રમાણ વધી જતાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વધી ગઈ છે. જોકે આ બાબતે અમારા રખેવાળ પત્રકાર વિષ્ણુ પરમારે ગ્રાઉન્ડ ઉપર જઈ તસવીરો અને વીડિયો કેમેરા માં કેદ કરતા આ સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાતની વાતો પોકળ સાબિત થઈ આવી છે.
મુખ્ય માર્ગો ઉપર થી પસાર થવું રાહદારી ઓ ને માથા ના દુખાવા સમાન પુરવાર થઇ આવ્યું છે. એક તરફ સાંકડા માર્ગો અને સાંકડી શેરી ઓ તેમજ કાચા રસ્તા ઓ અને વધુ માં પાણીના ભરાવા ને લઈ કીચડ અને ગંદકી નું પ્રમાણ ને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સત્વરે ચુવા ગામે વરસાદી પાણી થી થયેલ કીચડ ગંદકી ને દૂર કરાવી ચુવા ગામ ને હરિયાળું સુંદર અને સ્વચ્છ બનાવવામાં આવે તેમજ આ ગામ ની સ્થાનિક ધારાસભ્ય અને સંસદ સભ્ય મુલાકાત લઈ લોકોની રજૂઆતો સાંભળે તેવી ચુવા ગામ ના લોકો ની પ્રચંડ માંગ છે.