માણેકપુરા ગામે શાળામાં ધો.8થી 10ના છાત્રો ઝાડ નીચે અભ્યાસ કરવા મજબૂર

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના માણેકપુરા ગામે આવેલી શાળામાં ઓરડાની વ્યવસ્થા ન હોવાના કારણે ધોરણ 8થી 10ના વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે.

વર્ષ 2016માં માણેકપુરા શાળામાં ધોરણ 8 થી 10ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે વર્ગોની મંજૂરી મળી હતી. ત્યારે આ બાળકોના અભ્યાસ માટે નવા ઓરડાની મંજૂરી માંગી હતી પરંતુ 6 વર્ષ વિતી જવા છતાં હજી સુધી માણેકપુરા પ્રાથમિક શાળામાં કોઈપણ પ્રકારની ઓરડાની વ્યવસ્થા કરાઈ નથી.

જેના કારણે માણેકપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને ભણવા માટે રૂમની વ્યવસ્થા ન હોવાના કારણે તમામ વિદ્યાર્થીઓ લીમડાના ઝાડ નીચે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે હાલ તો આ વિદ્યાર્થીઓના વાલી એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા માણેકપુરા પ્રાથમિક શાળામાં ઓરડા બનાવી આપવામાં આવે છે. જેના કારણે બાળકોનો અભ્યાસ બગડે નહીં.

વાલી નિકિતા ઠાકોરે જણાવ્યું કે માણેકપુરા ગામની શાળામાં માણેકપુરા તેમજ આજુબાજુના અનેક ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે પરંતુ આજે પણ શાળામાં ધો-8 થી 10 માટે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે કોઈ વ્યવસ્થા ન હોઈ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે. જેથી સરકાર દ્વારા તાત્કાલિક ઓરડાઓની વ્યવસ્થા કરાય તેવી અમારી માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.