મહામેળામાં જવાન ગાડીમાંથી બહાર નીકળ્યો ને યુવકે લાકડીના એક જ ફટકે ઢાળી દીધો

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ખોડીવડલી સર્કલ નજીક ડીવાયએસપીના ડ્રાઈવર ઉપર તલોદના શખસે હુમલો કર્યો હતો. જવાન જીપ મુકી બહાર આવતા જ પાછળથી એક શખસે આવી માથાના ભાગે લાકડીનો ફટકો મારી પાડી દીધો. જે બાદ અન્ય પોલીસ જવાનો પર હુમલો કરવા જતાં દબોચી પાડ્યો હતો. જે સમગ્ર ઘટનાના CCTV વાઇરલ થયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી યુવકને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે. ત્યારે આ મહામેળો હવે અંતિમ પડાવમાં છે. આવતીકાલે 29 સપ્ટેમ્બરના રોજ મેળાની પૂર્ણાહુતિ થશે. ત્યારે મંગળવારના રોજ એક પોલીસ જવાન પર એક હુમલો થયો હતો. જેના CCTV સામે આવ્યા છે. ભાદરવી પૂનમ મહામેળામાં ખોડીવલ્લી સર્કલ જોડે બનાવેલો પોલીસ કંટ્રોલ પોઇન્ટ પરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જેમાં એક અજાણી વ્યક્તિ પોલીસ કર્મી પર હુમલો કરતો નજરે પડી રહ્યો છે.


ભાદરવી મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા માઇભકતોની સુરક્ષા એક મહત્વપૂર્ણ ભાગ થતો હોય છે. ત્યારે આ મેળામાં પોલીસ કર્મીઓ માઇભક્તોની સુરક્ષા માટે ખડે પગે તૈનાત છે. ભાદરવી પૂનમના મહામેળામાં બનાવેલો ખોડીવલ્લી સર્કલ પર પોલીસ કંટ્રોલ પોઇન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક અંજાણી વ્યક્તિ પોલીસ કર્મી પર હુમલો કરતો નજરે પડ્યો હતો. આ વીડિયોમાં પોલીસ વાનનો જવાન જીપ મુકીને જેવો બહાર નીકળે છે એવો જ પાછળથી આવીને એક વ્યક્તિ લાકડી વડે હુમલો કરતો નજરે પડે છે. પોલીસ કર્મી પર હુમલો કરનાર વીશાલ ભીલ નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અગમ્ય કારણોસર તારથી મઢેલી લાકડી માથામાં મારતાં પોલીસ જવાન અબ્દુલ લતીફ જાફરખાન પરમાર બેભાન થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. જ્યાં માથામાં ત્રણ ટાંકા આવતા અબ્દુલ લતીફ પરમારે અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિશાલ ભીલની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.