
લુવાણા(કળશ)માં ખેતરમાં ચાલવા બાબતે દિયરે ભાભી પર હુમલો કર્યો
થરાદ તાલુકાના લુવાણા (કળશ) ગામના સીતાબેન રમેશભાઇ પ્રજાપતિ મંગળવારે સાંજે તેમની દિકરી વિમળા સાથે તેમના ખેતરે બનાવેલ ઘરે જવા નિકળેલ હતા. જેનો રસ્તો તેમના દિયર સુરેશભાઇ ગજાભાઇ પ્રજાપતીના ખેતરમાંથી જતો હોઇ તેઓ ત્યાંથી ચાલીને જતાં હતાં. તેઓ પોતાના ઘરે પહોંચ્યા પછી તેમના દિયર સુરેશભાઇ ગજાભાઇ પ્રજાપતી તેમને અપશબ્દ બોલીને મારા ખેતરમાં તમારે ચાલવાનો રસ્તો કયાં છે. તમે રોજ-રોજ મારા ખેતરમાંથી કેમ ચાલો છો. આથી સીતાબેને ભાઇ ભાગે ખેતરના ભાગ પડેલ છે, અને રસ્તો અમારો ત્યાંથી છે તેમ કહેતાં તેણીના દિયર સુરેશભાઇ એકદમ ઉશ્કેરાઇ જઇ વધુ અપશબ્દ બોલ્યા હતા. તેમ કરવાની ના પાડતાં સુરેશભાઇએ ગડદાપાટુનો માર માર્યો હતો.આથી તેણીએ બુમો પાડતાં તેણે નજીકમાંથી તેમના ભાઇ (તેણીના જેઠ) નાનજીભાઇ ગજાભાઇ પ્રજાપતિ તથા ભરતભાઇ ગજાભાઇ પ્રજાપતી બન્નેને બુમ પાડી બોલાવતા નાનજીભાઇ હાથમાં ધોકો લઇ તથા ભરતભાઇ હાથમાં લાકડી લઇ આવ્યા હતા.અને હુમલો કરતાં તેણીએ હાથ આડો કરતાં હાથ ઉપર લાકડી વાગી હતી. આથી તેણીએ જોરજોરથી બુમાબુમ કરતાં દિકરી વિમળા છોડાવવા આવતાં આ લોકોએ ગડદાપાટુનો માર માર્યો હતો.વધારે હોબાળો થતાં સીતાબેનના પતી આવી જતાં આ લોકો જતાં જતાં આજ પછી અમારા ખેતરમાં ચાલ્યા છો તો તમને જાનથી મારી નાખશુ તેવી ધમકી આપીને જતા રહ્યા હતા.થરાદ પોલીસે સીતાબેનની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.