પાલનપુરના કુંભલમેર ગામમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી : હત્યારી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના કુંભલમેર ગામે ગત 7 ઓકટોબરે બનેલા આત્મહત્યાના બનાવમાં નવો વળાંક આવ્યો છે. જે યુવકના મોતને આત્મહત્યા ગણાવવામાં આવી હતી તેની હત્યા થયાનો ઘટસ્ફોટ થયો છે. આ હત્યા અન્ય કોઈએ નહીં પણ મૃતક યુવકની પત્ની અને તેના પ્રેમીએ જ કરી હોવાનો ખુલાસો થયો છે. ઘરે ઊંઘી રહેલા પતિને તેની પત્ની અને તેના પ્રેમીએ ગળેફાંસો દઈ પંખામાં લાશને ટીંગાડી આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે હત્યારી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.સમગ્ર બનાવ જોઈએ તો 7 ઓક્ટોબરના રોજ પાલનપુર તાલુકાના કુંભલમેર ગામે પ્રવીણ ઠાકોર નો ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ પરિવારજનો પ્રાથમિક દવાખાને લઈ ગયા હતા અને ડોક્ટરે પ્રવીણભાઈને મૃત જાહેર કર્યા હતા જોકે કોઈ કારણોસર આત્મહત્યા કરી હશે એમ માની પરિવારજનોએ મૃતકની અંતિમવિધિ કરી નાખી પરંતુ પાપ છાપરે ચડીને પોકારે છે તેમ આ સમગ્ર મામલો હત્યાનો બહાર આવ્યો જ્યારે ઘરમાંથી ગળેફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળ્યો ત્યારે મૃતકની પત્ની પુનમે પતિ આત્મહત્યા કરી છે અને આ હત્યા ને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મૃતક પ્રવીણનીતો અંતિમ વિધિ થઈ ગઈ પરંતુ થોડા દિવસ બાદ પ્રવીણ પરિવારજનોને પત્ની ઉપર શક જતા તેમને પોલીસ દ્વાર ખખડાવ્યા હતા


પરિવારે તો મૃતક પ્રવીણભાઈએ આત્મહત્યા કરી છે તેમ સમજીને અંતિમવિધિ તો કરી નાખી પરંતુ મૃતકના પરિવારે ગઢ પોલીસ મથકના ન્યાય માટે દ્વાર ખખડાવ્યા અને પોલીસે પૂછપરછ કરી જોકે તે બાદ ગઢ પોલીસને કડી મળી હતી અને મૃતકની પત્ની પુનમ અને એક યુવક આ બંને હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. જે યુવક ટેક્સી ડ્રાઇવિંગ નો ધંધો કરે છે અને મૃતકની પત્ની પુનમ વચ્ચે પ્રેમ હતો બંને પ્રેમી પંખીડા હતા જોકે આ બંનેના પ્રેમમાં પતિ પ્રવીણ ઠાકોર કાંટા ની જેમ ચૂભતો હતો અને જેનું ઢીમ ઢાળવા માટે પ્રેમી અને પ્રેમિકાએ કારસો રચ્યો હતી.જેના આધારે 6 ઓક્ટોબર ની રાત્રે મૃતક પ્રવીણ ઠાકોર જ્યારે ઘરમાં સૂતો હતો ત્યારે પત્ની અને પ્રેમી એ પતિને સાડી વડે પ્રથમ તો તેને ફાંસો આપી અને હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ ઘરમાં પંખા સાથે મૃતકને લટકાવી દીધો હતો જેથી આ હત્યા આત્મહત્યામાં પરિણામે અને ત્યારબાદ પ્રેમી ત્યાંથી ચાલ્યો ગયો હતો. પ્રવીણભાઈ ની અંતિમ વિઘી ના બે ત્રણ દિવસ માં પરિવારજનોને પત્ની પર શંકા જતા પોલીસ ને જાણકારી હતી પોલીસ કડી થી કડી મેળવી આ બંને આરોપીઓ સુધી પહોંચી હતી અને પોલીસની પૂછપરછ માં પત્ની એ તેના પ્રેમીની મદદ થી પતિની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું જોકે કુંભલમેર ગામે થયેલી હત્યાનો ભેદ પોલીસને ઉકેલવામાં સફળતા મળી હતી પરંતુ મૃતકના બે બાળકો હાલ માતા પિતા વિનાના નોંધારા બની ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.