
ઈકબાલગઢમાં ફૂડ વિભાગે મીઠાઈની દુકાનોમાં તપાસ કરી સેમ્પલ લીધા !!
દિવાળીના તહેવાર પર લોકો મીઠાઈની ખરીદી કરતા હોય છે પણ કેટલાક વેપારીઓ ભેળસેળયુક્ત મીઠાઈનું વેચાણ કરતા હોવાની ફરિયાદો પણ ઉઠતી રહી છે. ત્યારે ઈકબાલગઢમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરી મીઠાઈના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
દિવાળીના તહેવારો પર લોકોને શુદ્ધ મીઠાઈ મળી રહે તે માટે ફૂડ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં તપાસ કરી મીઠાઈના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ત્યારે અમીરગઢના ઈકબાલગઢમાં આજે ફૂડ વિભાગની ટીમ ત્રાટકી હતી. અહીં અલગ-અલગ દુકાનોમાંથી મીઠાઈના સેમ્પલ લઈ પરીક્ષણઅર્થે મોકલી આપવામાં આવ્યા છે.