સાંઇબાબા મંદિર આગળ કાર ચાલકે એક્ટિવા સવાર બે લોકોને ઉડાવતાં બંને ઈજાગ્રસ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં સાંઇબાબા મંદિર આગળ ગઈકાલે બુધવારે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરઝડપે આવી રહેલા કાર ચાલકે એક્ટિવા સવાર બે લોકોને ઉડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે કાર ચાલક ઘટનાસ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.

ડીસાના રિસાલા ચોક પાસે આવેલા મહાવીર દર્શન ફ્લેટમાં રહેતા અશોકભાઈ શાહ અને જીતેન્દ્રભાઈ શાહ મોડી રાત્રે એક્ટિવા પર પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા અને સાંઇબાબા મંદિર પાસેથી પસાર થતા હતા. તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી બલેનો કારના ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા સવાર બંને લોકો ફંગોળાઈને રોડ પર પટાકાયા હતા. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત બંને લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બંનેની તબિયત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.