ડીસામાં રાજ્ય સભાના સાંસદે સામાન્ય વ્યક્તિની જેમ લાઈનમાં ઉભા રહી પરિવાર સાથે મતદાન કર્યું

ચૂંટણી 2022
ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે આજે બીજા તબક્કાનું મતદાન શરૂ થયું છે. ત્યારે દરેક મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવી છે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી ચાલી રહી છે. ત્યારે રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયાએ પરિવાર સાથે ડીસા કોલેજમાં જઈ લાઈનમાં ઊભા રહીને મતદાન કરી તેમની સાદગીનો પરિચય આપ્યો હતો.

રાજ્યસભાના સાંસદ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા
રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયાએ પરિવાર સાથે ડીસા કોલેજમાં જઈ લાઈનમાં ઊભા રહીને મતદાન કરી તેમની સાદગીનો પરિચય આપ્યો હતો. મતદાન બાદ તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી ચાલતા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકોને ખૂબ જ રસ છે. લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ખૂબ જ વિશ્વાસ હોવાથી મતદારો ઉત્સાહપૂર્વક ભાજપ તરફી મતદાન કરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ બે તૃતીયાંશ બહુમતીથી જીતશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

પાટણના ભાજપ ઉમેદવારે મતદાન કર્યું
પાટણ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ડીસાના ડો.રાજુલબેન દેસાઈએ ડીસા ખાતે પોતાનો વોટ આપ્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, પાટણમાં મતદારો ભારતીય જનતા પાર્ટી તરફ ઝોક ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણની રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન આપ્યું છે. જ્યારે રૂપિયા 100ની ચલણી નોટ પર પણ રાણકી વાવનો ફોટો પ્રસિદ્ધ કરાવી પાટણને વૈશ્વિક ઓળખ અપાવી છે. જ્યારે ઐતિહાસિક નગરી પાટણનો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખૂબ જ વિકાસ થયો છે. જેથી પાટણમાં ભાજપની 20,000થી વધુ મતથી જીત થશે.

પ્રવીણ માળીએ ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ડીસામાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીએ ડીસાના રીજમેન્ટ વિસ્તારની ઝવેરીનગર પ્રાથમિક શાળામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, વહેલી સવારથી જ મહિલાઓ, વૃદ્ધો, યુવાનો સહિતના મતદારો ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. એ જોતા ડીસામાં ભારતીય જનતા પાર્ટીનો જ વિજય થશે. તેમજ આજ સુધી ડીસામાં કોઈપણ પક્ષના ઉમેદવારને લીડ નહીં મળી હોય તેટલી રેકોર્ડ લીડથી ભાજપ જીતશે, તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.