ડીસામાં રત્ન કલાકારની દીકરીએ ટયુશન વગર ૯૪ ટકા મેળવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

સમગ્ર રાજ્યમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ બુધવારે જાહેર થયું હતું. તેમાં ડીસા કેન્દ્રનું ૭૫.૫૧ ટકા પરિણામ આવ્યું છે. જેમાં ટયુશન વિના શ્રમજીવી એવા રત્ન કલાકારની દીકરીએ ૯૪ ટકા મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આજે ખુશીના સમાચાર છે. જેમાં સમગ્ર બનાસકાંઠા જીલ્લાનું ૭૯.૩૮ ટકા પરિણામ આવ્યું છે. જેમાં ડીસા તાલુકાનું ૭૫.૫૧ ટકા, ટેટોડા કેન્દ્રનું ૮૫.૦૮, ભીલડી કેન્દ્રનું ૭૧.૫૦ જ્યારે રામપુરા કેન્દ્રનું ૮૮.૩૧ ટકા પરિણામ નોંધાયું છે. આજે સવારથી જ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોતા બેઠા હતા અને પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓ ઓન લાઇન સર્ચ કરવા લાગ્યા હતા. જેમાં ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી સાક્ષી નેમિચંદ રાઠોડે ટયુશન વિના ૯૪ ટકા મેળવતા શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે. સાક્ષી ખૂબ જ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે તેના પિતા હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવે છે જેથી સાક્ષીને શરૂઆતથી જ પરિવારને વધુ ખર્ચ ન કરાવી ઉત્કૃષ્ટ પરિણામ લાવવાની ઈચ્છા હતી. જેથી તેણે બારમાં ધોરણના વર્ગો શરૂ થાય તે પહેલાંથી જ મહેનત કરવાનું શરૂ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.