ડીસામાં હિંદુ યુવા સંગઠન દ્વારા જર્જરિત મકાન તોડી નવું પાકું મકાન બનાવી આપ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં કાર્યરત હિન્દૂ યુવા સંગઠન દ્વારા શિવનગર વિસ્તારમાં આવેલ એક ગરીબ પરિવારનું જર્જરિત મકાન તોડીને નવું પાક્કું પતરા વાળું મકાન બનાવી આપી માનવતા મહેકાવી છે. આ અંગે હિન્દૂ યુવા સંગઠનનાં પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું કે મહિના પહેલા શિવનગરમાં એક માજીનાં મકાનનું કામ ચાલુ હતું પણ આર્થિક સ્થિતિ સારી ના હોઈ મકાનનું કામ અટકી ગયું હતું જેથી લક્ષ્મીબેને હિન્દુ યુવા સંગઠનનો સંપર્ક કરી જણાવ્યું હતું કે અમારી પરિસ્થિતિ સારી નથી અને મકાન પડી જાય એમ છે અમને મદદ કરો.જેથી કાર્યકર્તાઓએ રૂબરૂમાં જઈને જાેયું તો જાણવા મળ્યું કે લક્ષ્મીબેનનાં પતિ છૂટક કામ કરે છે અને એક દીકરો અને એક દીકરી છે એમનો પરિવર માંડ ઘરનું ગુજરાન ચલાવે છે અને જાે મકાન એકદમ જર્જરિત હાલતમાં હતું અને વરસાદમાં પતરામાંથી પાણી પડે અને રહેવાય એવું લાગ્યું ન હતું.જેના પગલે સંગઠન મિત્રો સાથે વાત કરીને મકાનને પાડીને પાયાથી માંડીને ચણતર પ્લાસ્ટર કલર લાઇટ એમ બધી વ્યવસ્થા કરી આપી હતી.જેથી પરિવાંરમાં ખુશીની લહેર જાેવા મળી હતી તેમજ આજે નવરાત્રીનાં પાંચમનાં દિવસે સંગઠન મિત્રો સાથે લક્ષ્મીબેનની દીકરીનાં હાથે માટલી મુકાવી પૂજા કરી પરિવારને ગૃહપ્રવેશ કરાવ્યો હતો.આ સતકાર્યમાં સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની, દિપકભાઈ કચ્છવા, અમિતભાઈ જાેશી અને જયદિપભાઈ ચોખાવાલાનો સારો એવો સહયોગ રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.