
ધાનેરાના ધરણોધર ગામે જમીન મામલે બે પક્ષો વચ્ચે મારામારી થતા ચકચાર
ધાનેરા તાલુકાના ધરણોધર ગામ ખાતે જમીનના વિવાદ મામલે મારામારીનો બનાવ સામે આવ્યો છે. ધાનેરા તાલુકાના ધરર્ણોગામ ખાતે સીપુ યોજનામા મળેલી જમીનને લઈ રાજપૂત સમાજ અને પુરોહિત સમાજના પરિવારોમા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેને લઇ આજે વિવાદિત જમીનમા બન્ને પક્ષ વચ્ચે મારામારી થઈ છે. જેમાં પુરોહિત સમાજની મહિલા ઓ અને રાજપૂત સમાજના ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં અંદાજિત સાત જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ છે.
જેમાં રાજપૂત સમાજના ત્રણ ઇસમો જ્યારે પુરોહિત સમાજની ત્રણ મહિલા સાથે અન્ય એક ઈસમને ગંભીર ઈજાઓ થતા તેમને ડીસા અને પાલનપુર ખાતે વધુ સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. ધાનેરા પોલીસને જાણ થતાં પોલીસે બનાવવાળી જગ્યાએ પહોંચી તપાસ હાથ ધરી છે. હુમલાને લઈ વિડિયો વાઇરલ થયો છે. જેમાં હાથમાં લાકડી વડે હુમલા કરવામાં આવી રહ્યા છે.