
ધાનેરાની આંગણવાડી કચેરીમાં ગેરરીતી બાબતનો તપાસનો ધમધમાટ શરૂ
ધાનેરા આઇ.સી.ડી.એસ કચેરીમાં ખાલી ડબ્બા તેમજ બારદાન અને ભંગાર બે મહીના પહેલા બારોબાર વેચી મારવામાં આવ્યો હતો અને તે રુપિયા પણ બારોબાર ચાઉ કરી દીધા હોવાથી આ વાતો બહાર આવતા સમાચાર મિડીયામાં આવતા આ રુપિયા તાત્કાલિક બેંકમાં ભરવામાં આવ્યા હતા તે સિવાય નારી સંમેલનના બીલો પણ બારોબાર સી.ડી.પી.ઓ.એ પોતાના નામે રોકડા ઉપાડી લીધા હોવાથી તે બાબતે સમાચાર ને લઇને જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે એ ધાનેરા ખાતે આંગણવાડી ઓફિસની મુલાકાત લીધી હતી અને તેમાં તેમને થોડી સંકા જતાં તેઓએ આ બાબતે તપાસ કરવા માટે આઇ.સી.ડી.એસ. ના પ્રોગ્રામ ઓફિસરને સુચના આપતા પ્રોગ્રામ ઓફિસર દ્વારા એક સ્પે. ટીમ બનાવવામાં આવી હતી અને પાલનપુર સી.ડી.પી.ઓ.ની આગેવાનીમાં આ તપાસ ટીમને ધાનેરા ખાતે મોકલતા તેઓએ આ બાબતે તપાસ હાથ ધરતાં ધાનેરા આંગણવાડી કચેરીમાં કામ કરતા કર્મચારી તેમજ આંગણવાડી સુપરવાઇઝર માં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. આ તપાસ અર્થે આવેલ પાલનપુરના સી.ડી.પી.ઓ. જીગ્નાબેન પટેલે જણાવેલ કે, ઉપરી અધિકારીની સુચનાથી અમે હાલ તપાસ સરુ કરી છે અને તપાસ ચાલુ હોવાથી આ બાબતે અમે કોઇ જવાબ આપીએ તેમ નથી તપાસ પૂર્ણ કરીને અમે અમારી કચેરી ખાતે રીપોર્ટ આપીશુ તો ત્યાથી વધુ માહીતી મેળવી લેવી. અને આ તપાસમાં કોઇ કાચુ કાપવામાં આવશે નહી જો ખોટુ થયુ હસે તો તેમની સામે કાર્યવાહી કરવા માટે અમે અમારા અધિકારીને અભિપ્રાય આપશુ.