દિયોદરમાં ખાડા પુરવામાં પણ તંત્રના ગરબડ ગોટાળા ઠેરઠેર ખાડા રાજથી આમ પ્રજા હેરાન પરેશાન
તાલુકા મથક દિયોદરને હવે આ પંથકની પ્રજા “ખાડા નગર” તરીકે પદવી આપી રહી છે. છેલ્લા બે વર્ષથી હાઇવે ઓવરબ્રીજ થઈ તાલુકા પંચાયત, મહાદેવ મંદિર વચ્ચે ખાડા વિસ્તારમાં પસાર થવા પ્રજાએ અનેક હાડમારીઓ વેઠવાની દિયોદરનો મહત્વનો રોડ રાજકીય આગેવાનોની-અધિકારીઓ સાથેની રાજરમત કે આશીર્વાદના પ્રતાપે પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે.
ત્યારે આંખ આડા કાન કરીને બેઠેલું તંત્ર મોડે મોડે ઉંઘમાંથી જાગ્યા હોય તેમ જિલ્લા પંચાયતના પીડબ્લ્યુડી વિભાગના શિહોરી ડિવિઝનના અધિકારીઓએ હાઇવે ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન ઉપર રાતો-રાત ખાડા પૂર્યા.. કેમ ખાડા પૂર્યા હશે તે પ્રશ્ન પ્રજાને થાય છે કે.. શું..? પ્રજાની સવલત માટે ..? કે કાગળ ઉપરના ઘોડા દોડાવી ગજવા ગરમ કરવા માટે..? પ્રજાની સુખાકારી માટે પૂરાયા હોત તો.. રાત્રે સિમેન્ટ વગરની કપચીના ભરાયેલા ખાડાઓ બપોર થતા સુધીમાં તો જાહેર માર્ગો ઉપર પ્રજા કપચી પથ્થરના ઠેબા ખાવા લાગી..
દિયોદર પંથકમાં જિલ્લા પંચાયત દ્વારા બનતા રોડની ગુણવત્તા રામાયણની વાત જ ન પૂછાય..? દિયોદરમાં બે ત્રણ વર્ષ પૂર્વે બનેલા રોડ છ મહિનાનું આયુષ્ય પણ ન ધરાવે… કોને ફરિયાદ કરવી…? કહેવાય છે કે અધિકારીઓ તો સાલિયાણાના સથવારે રાજકીય ઓથ લઇ
પ્રજાની મુશ્કેલીઓ નજર અંદાજ કરી રહ્યા છે.
પ્રજા ક્યાં જઈને ફરિયાદ કરે…? જોરથી હાથ હલાવી..બોલો ભારત માતાકી જય…