ડીસામાં ઉત્તરાયણ ઠંડીગાર રહી : ૭.૭ ડીગ્રી તાપમાન

બનાસકાંઠા
બનાસકાંઠા

છેલ્લા કેટલાક દિવસોથી દેશની ઉત્તરીય ભાગમાં હિમવર્ષા થઈ રહી છે. તેની અસરથી દેશના તમામ ભાગોમાં ઠંડા પવન ફૂંકાઈ રરહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આંકડા પર નજર કરીએ તો શુક્રવારે સવારે નલિયા ૩.૬ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ઉપરાંત રાજ્યના વિવિધ શહેરમાં દિવસનું તાપમાન સામાન્યથી ઓછું રહેવાની સાથે સાથે દિવસભર સૂસવાટા મારતા પવનને કારણે લોકો દિવસે પણ ઠુંઠવાઈ રહ્યા છે. ગુરુવારે હવામાન વિભાગે આગાહી કરી હતી. આગામી ૨૪ કલાક દરમિયાન અમદાવાદનું તાપમાન ૯ ડિગ્રીની આસપાસ નોંધાશે. જે અનુસાર અમદાવાદમાં શુક્રવારે સવારે ૯.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ છે. હજી આગામી કેટલાય દિવસો સુધી ગુજરાતમાં ઠંડીની અસર વર્તાશે તેવું હવામાન સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુનું તાપમાન છેલ્લા ઘણા દિવસોથી માઈનસમાં નોંધાઈ રહ્યું છે ત્યારે ગુરુવારે પણ તાપમાનમાં ફરી ઘટાડો નોંધાતા સાવર્ત્રિક બરફની ચાદર પથરાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર માઉન્ટ આબુમાં ફરી અડઢો ડિગ્રી તાપમાનમાં ફરી અડધો ડિગ્રીનો ઘટાડો થતાં માઉન્ટ આબુ શહેરનું તાપમાન માઈનસ ૪.૫ ડિગ્રી જેટલું નીચું નોંધાયું હતું. જે જાન્યુઆરી મહિનાનું સૌથી નીચું તાપમાન હોવાનું સામે આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.