ડીસામાં ગ્રામ પંચાયત ચૂંટણીના સરપંચ અને સભ્યોના ફોર્મ ભરવા પડાપડી થઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

હાલમાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ દરેક ગામના આગેવાનો સરપંચ માટે પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે ડીસા મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત ખાતે ડીસા તાલુકામાં ૫૯૦ સરપંચ તેમજ ૧૩૩૯ સભ્યોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ડીસા તાલુકામાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ૯૩ ફોર્મ સરપંચ પદ માટે ભરાયા હતા જ્યારે વોર્ડ સભ્યો માટે પણ ૩૪૬ ફોર્મ ભરાયા હતા. ડીસામાં ૮૪ ગ્રામ પંચાયતોની જનરલ ચૂંટણી તેમજ ૮ ગ્રામ પંચાયતોમાં
પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે.જેમાં ફોર્મ ભરવાના પ્રથમ દિવસે સરપંચ માટે ૮ ફોર્મ ભરાયા હતા. જ્યારે બીજા દિવસે સરપંચ માટે કુલ ૫૧ફોર્મ ભરાયા હતા જ્યારે વોર્ડ સભ્યો માટે પણ ૫૧ ફોર્મ અને ત્રીજા દિવસે સરપંચ માટે ૧૩૪ અને સભ્યો માટે ૧૬૩ જ્યારે ચોથા દિવસે મોટી સંખ્યામા ફોમ ભરાયા હતા. જેમાં સરપંચ ૨૧૪ અને સભ્યો ૩૯૮ જ્યારે પાંચમા દિવસે સરપંચ ૯૦ અને સભ્યો ૩૮૦ જ્યારે ફોમ ભરવાના અંતિમ દિવસે સરપંચ ૯૩ અને સભ્યો ૩૪૬ ફોર્મ રજિસ્ટર
થયા હોવાનું ચૂંટણી સૂત્રો દ્વારા જણાવાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.